GujaratSouth GujaratSurat

સુરત સિવિલમાં 1300 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર, 24 કલાકમાં 36000 લીટર ઓક્સિજન જોઈએ છે

ગુજરાતમાં કોરોના ના કેસમાં જોરદાર વધારો થયો છે ત્યારે ગંભીર દર્દીઓની સંખ્યા પણ વધુ રહી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 36 હજાર લિટર ઓક્સિજન વપરાઈ રહ્યું છે, કારણ કે 1300 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે. બે અઠવાડિયા પહેલા 15 હજાર લિટર ઓક્સિજન વપરાતો હતો. દરરોજ 300 થી 350 ગંભીર દર્દીઓ ઓક્સિજન પર દાખલ કરવામાં આવી રહ્યા છે.

ડોકટરો કહે છે કે જે દર્દીઓ આવે છે, તેઓ શરૂઆતથી 4 લિટર ઓક્સિજન લે છે.પછી 16 લિટર ની જરૂર પડે છે. મેડિકલ કોલેજના ડીન ડો.ઋતંભરા મહેતાએ જણાવ્યું હતું કે આશરે 1300 દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પત છે.

દર્દીઓ વધી રહ્યા છે. 17 હજાર લીટરની ટાંકી સ્ટેમ સેલ માટે છે, 13 હજાર લિટર જૂની ઇમારત માટે અને કિડની હોસ્પિટલ માટે 13 હજાર લિટરની ટાંકી સહીત 2 હજાર લિટરના નાના અને મોટા સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Back to top button