GujaratSouth GujaratSurat

સુરત: કોરોનાથી મોત થયું પણ હોસ્પિટલે મૃતદેહ આપવા માટે 3.20 લાખ રૂપિયા માંગ્યા

નંદુરબારથી પતિ-પત્ની અને પુત્ર કોરોનાની સારવાર માટે સુરત આવ્યા હતા. તે જાણતા ન હતા કે તેનું અહીંનું જીવન દુ: ખથી ભરેલું હશે. ત્રણેય કોરોના પોઝીટીવ હતા. પ્રાઇવેટ હોસ્પીટલમાં પતિ નું કોરોનાથી મોત થઇ ગયું. મહિલાનું કહેવું છે કે તેણે તેના ઘરેણાં ગિરવી મૂકીને ચાર લાખ રૂપિયા હોસ્પિટલમાં આપ્યા હતા.

આટલા પૈસા ખર્ચ કર્યા પછી પણ પતિ નું મોત થઈ ગયું. પતિનો મૃતદેહ આપવા માટે હોસ્પિટલે 3.20 લાખ રૂપિયા માંગ્યા. પોલીસની દરમિયાનગીરીથી રાત્રે 11 વાગ્યે 7 કલાક બાદ પતિનો મૃતદેહ પત્નીને સોંપાયો હતો. પરિવાર બે અઠવાડિયા પહેલા નંદુરબારથી સારવાર માટે સુરત આવ્યો હતો. પૈસાના અભાવે પતિને યુનિક હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયો હતો. જ્યારે માતા અને પુત્રની સારવાર એક જ હોસ્પિટલમાં સીડી પર થઇ રહી હતી.

શુક્રવારે પુત્રની તબિયત લથડતાં તેને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તે ત્યાં ઓક્સિજન પર છે. માતા દીકરાને જોવા સિવિલ હોસ્પિટલમાં જતી તો ક્યારેક પતિના મૃતદેહ માટે વિનંતી કરવા માટે યુનિક હોસ્પિટલમાં જતી હતી. બીમાર હોવા છતાં તે બંને હોસ્પીટલમાં ભટકતી રહેતી હતી.

ભગવાન સબલેનું રવિવારે સાંજે 4 વાગ્યે અવસાન થયું હતું. પરંતુ તેમનું બીલ ચૂકવવાનું બાકી હતું જેથી પૈસા આપ્યા અબળ જ મૃતદેહ આપવાની વાત હોસ્પીટલે કરી. બાદમાં આ મામલે પોલીસ ને જાણ કરવામાં આવી હતી. જો કે પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે મૃતકની પત્ની વતી લખાવી લો કે તે પછી બિલના 2 લાખ રૂપિયા ચુકવશે. વિરડિયાએ કહ્યું કે બાકી પૈસા મળવાના જ નથી. અંતે મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.

મહિલાએ કહ્યું કે હોસ્પિટલ ને આપવા માટે મારી પાસે એક રૂપિયો પણ નથી. મને ખબર નહોતી કે સુરત આવીને જીવન નરક થઈ જશે. અહીં યોગ્ય સારવાર કરવામાં આવશે એમ વિચારીને નંદુરબાર થી સુરત આવ્યા હતા. અહીં આવ્યા પછી બે અઠવાડિયામાં જ મારી દુનિયા બદલાઈ ગઈ. રવિવારે સાંજે છ વાગ્યે હું બહાર બેથી હતી ત્યારે અંદરથી કોલ આવ્યો. તેઓએ કહ્યું કે તમારા પતિનું અવસાન થયું છે.

Back to top button