AutoIndia

ઇલેક્ટ્રિક કાર ની ડીમાંડ વધી રહી છે, ટાટા એ આ ઇલેક્ટ્રિક કાર ના 4000 યુનિટ વેચ્યા

ભારતમાં હાલ ઇલેક્ટ્રિક કાર ની ડીમાંડ ખુબ જ વધી રહી છે.ટાટા મોટર્સે જાન્યુઆરી-2020 માં ઇલેક્ટ્રિક કાર નેક્સન ઇવી લોન્ચ કરી હતી. મોંઘા પેટ્રોલ અને ડીઝલથી છૂટકારો મળે તે હેતુથી ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ટાટા કંપની ભારતીય બજારમાં સૌથી વધુ ઇલેક્ટ્રિક કાર વેચવામાં સફળ રહી છે.

ટાટા મોટર્સના જણાવ્યા મુજબ લોન્ચિંગથી અત્યાર સુધીમાં કંપની નેક્સન ઇવીના 4 હજારથી વધુ યુનિટ વેચવામાં સફળ રહી છે. આ સમયે સરકાર દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના પ્રોત્સાહન માટે પણ દબાણ કરી રહી છે. જેના કારણે નેક્સન ઇવીનું વેચાણ વધ્યું છે.

ટાટા મોર્ટેસે નેક્સન ઇવી ત્રણ વેરિયન્ટ્સ XM, XZ + અને XZ+ માં લોન્ચ કરી છે. દિલ્હીમાં ટાટા નેક્સન ઇવીની એક્સ શોરૂમ કિંમત રૂ.13.99 લાખ છે, જ્યારે ઓન રોડ કિંમત 15,63,997 રૂપિયાની આસપાસ છે. ટોપ વેરિયન્ટની એક્સ શોરૂમ કિંમત 16.40 લાખ રૂપિયા છે.

ટાટા નેક્સનના ફીચર્સ જોઈએ તો ટાટા નેક્સન ઇવી એ દેશમાં સૌ પ્રથમ વિકસિત ઇલેક્ટ્રિક એસયુવી છે. તેમાં સનરૂફ, લેધર સીટ, ફોલો-મી-હોમ સુવિધાઓવાળા ઓટો હેડલેમ્પ્સ મેળવે છે.નેક્સન એ દેશની સલામત એસયુવીઓમાંની એક છે. તેમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, કોર્નર સ્ટેબિલીટી કંટ્રોલ, આઇસોફિક્સ ટેકનોલોજી, એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ) અને ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (ઇબીડી) મળે છે.

ટાટાની આ કાર સંપૂર્ણ ચાર્જ થવા પર 312 કિ.મી. દોડી શકે છે. તેમાં 30.2 કેડબ્લ્યુએચની લિથિયમ આયન બેટરી છે. તેની બેટરી 8 કલાકમાં પૂર્ણ ચાર્જ થઈ જાય છે. જ્યારે 80 ટકા બેટરી ઝડપી ચાર્જર દ્વારા 60 મિનિટમાં ચાર્જ કરવામાં આવે છે. ગતિ વિશે વાત કરીએ તો, આ ઇવી માત્ર 9.9 સેકન્ડમાં 0-100 કિમીની ઝડપે પકડી શકે છે.

Back to top button