AhmedabadGujaratMadhya GujaratNorth GujaratRajkotSaurashtraSouth GujaratSuratVadodara

ગુજરાતમાં કોરોના ના અત્યારસુધી ના સૌથી વધુ 6690 કેસ નોંધાયા, 67 ના મોત, અમદાવાદમાં તો 2251 કેસ

ગુજરાતમાં કોરોના ના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે કુલ કેસનો આંકડો ૬૦૦૦ ને પાર કરી ગયો છે. આજે રાજ્યમાં અત્યારસુધી ના સૌથી વધુ 6690 કેસ નોંધાયા છે.આજે અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે સૌથી વધુ ૬૭ દર્દીઓના મોત થયા છે.

આજે અમદાવાદમાં સૌથી વધુ ૨૨૫૧ કેસ, સુરત શહેરમાં ૧૨૬૪ કેસ,સુરત ગ્રામ્યમાં ૧૭૭ કેસ,રાજકોટમાં ૫૨૯ કેસ, વડોદરામાં ૨૪૭ કેસ નોંધાયા છે.આજે અમદાવાદમાં સૌથી વધુ ૨૨ દર્દીઓના મોત થયા છે, આ ઉપરાંત સુરત અને રાજકોટમાં પણ મૃત્યુઆંક વધી રહ્યો છે.

આજે રાજ્યમાં 2 લાખ 15 હજાર 805 લોકો ને કોરોના ની રસી આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 84 લાખ 4 હજાર 128 લોકોને રસી નો પ્રથમ ડોઝ અને 11 લાખ 61 હજાર 722 લોકોને રસીનો બીજો ડોઝ અપાઈ ચુક્યો છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. આજે નોંધાયેલા કેસનું આખું લીસ્ટ જોવો..

Back to top button