India

IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ ની પહેલી જીત: કોલકત્તા ને છેલ્લી 13 મેચમાં ૧૨મી વખત હરાવ્યું

મુંબઈ ઈન્ડિયન્સ Mumbai Indians એ આ સિઝનની પહેલી મેચ જીતી લીધી છે. આની પહેલા ની મેચમાં તેનો પરાજય થયો હતો. આઈપીએલ 2021 સીઝનની 5 મી મેચમાં મુંબઇએ કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) ને 10 રને હરાવી હતી. મુંબઈ તરફથી રાહુલ ચહરે 27 રનમાં 4 વિકેટ લીધી હતી. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

કેકેઆરના ઓપનર નીતીશ રાણાએ સતત બીજી અર્ધસદી બનાવી. તે સીઝનની 2 મેચમાં 137 રન બનાવીને ટોચના સ્કોરર બન્યો છે.કોલકાતા પર મુંબઈની ટીમ હંમેશાં ભારે રહી છે. તેણે કેકેઆર સામે અત્યાર સુધીમાં 28 મેચ રમી છે, જેમાં 22 મેચ જીતીને 6 હારી છે. છેલ્લા 13 મેચોમાં કોલકાતા સામે મુંબઇની આ 12 મી જીત છે.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સ 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં કોલકાતાની ટીમ 7 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 142 રન જ બનાવી શકી. કોલકાતા તરફથી નીતીશ રાણાએ 47 બોલમાં 57 રનની સર્વોચ્ચ ઇનિંગ્સ રમી હતી. આ તેમનું સતત બીજા પચાસ હતા. રાણા આઈપીએલમાં અત્યાર સુધીમાં 13 અર્ધસદી બનાવ્યો છે. શુબમન ગિલે 24 બોલમાં 33 રન બનાવ્યા. મુંબઇ તરફથી રાહુલ સિવાય ટ્રેન્ટ બોલ્ટે 2 અને ક્રુનાલ પંડ્યાએ એક વિકેટ લીધી હતી.

મુંબઈ ઈન્ડિયન્સ 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. સૂર્યકુમાર યાદવે 36 બોલમાં અણનમ 56 રન બનાવ્યા. કેપ્ટન રોહિત શર્માએ 32 બોલમાં 43 રન બનાવ્યા. હાર્દિક અને ક્રુનાલે 15 રન બનાવ્યા. આ સિવાય કોઈ પણ બેટ્સમેન દસના આંકડાને સ્પર્શ કરી શક્યો નહીં. કોલકાતા તરફથી આંદ્રે રસેલે 5 અને પેટ કમિન્સે 2 વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ કૃષ્ણા, શાકિબ અલ હસન અને વરૂણ ચક્રવર્તીને 1-1 વિકેટ મળી હતી.

Tags
Back to top button