Corona VirushealthInternationalNews

નાક ના આ સ્પ્રેથી 99.99% કોરોના વાયરસ નો ખાત્મો, આ કંપનીએ કર્યો દાવો

This nasal spray eliminates 99.99% corona virus

કોરોના વાયરસ ફેલાયો તેનું એક વર્ષ થઇ ગયું છે, આટલા સમયમાં કોરોના ની રસી તો બની ગઈ છે જો કે હવે વધુ એક સારા સમાચાર આવ્યા છે.કેનેડિયન કંપની SaNOtize એ દાવો કર્યો છે કે તેમણે નાકમાં નાખવાનો સ્પ્રે બનાવ્યો છે જે કોરોના વાયરસ ને 99.99 ટકા મારે છે. કંપનીએ કહ્યું કે તેમના સ્પ્રેથી કોરોનાથી બીમાર લોકોની સારવારનો સમય ઓછો થશે. ઉપરાંત ગંભીર લક્ષણોથી બચાવશે.

ધ સન અખબારના જણાવ્યા અનુસાર કેનેડિયન કંપની સેનોટાઇઝ એ કહ્યું કે તેમનો નાકમાં નાખવાનો સ્પ્રે હ્વામજ કોરોના વાયરસને ખતમ કરી દે છે. આ સિવાય તે નાક દ્વારા ફેફસાં પણ સાફ કરે છે. યુએસ અને યુકેમાં તેનું પરીક્ષણ સફળ રહ્યું છે. SaNOtize દાવો કરે છે કે પહેલા 24 કલાકમાં જે લોકો તેમના સ્પ્રેનો ઉપયોગ કરતા હતા તેમના શરીરમાં એક દિવસમાં વાયરસની સંખ્યા જોઈએ તો 95 ટકાનો ઘટાડો 24 કલાકમાં થયો હતો. 72 કલાકમાં અ ઘટાડો 99.99% થશે.

યુકેમાં ટ્રાયલ્સના મુખ્ય તપાસનીસ ડૉ. સ્ટીફન વિન્ચેસ્ટરએ જણાવ્યું હતું કે કોરોના રોગચાળા સામે ચાલી રહેલી વૈશ્વિક લડાઇમાં આ સ્પ્રે સૌથી મોટું શસ્ત્ર સાબિત થશે. તે આંદોલનકારી દવા સાબિત થશે. કોરોના સામે લડવા માટે નાક દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી દવાઓ અંગે વિશ્વમાં ઘણું સંશોધન ચાલી રહ્યું છે. ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ પણ તેમની ટ્રાયલ કરી રહી છે.

ભારત બાયોટેક હૈદરાબાદ કોરોફ્લૂ નામની રસી વિકસાવી રહી છે. કોરોના વાયરસની સારવાર માટે બનાવવામાં આવતી આ રસી શરીરમાં સિરીંજથી લગાડવામાં આવશે નહીં. આ રસી નું એક ટીપું પીડિતના નાકમાં નાખવામાં આવશે. ભારત બાયોટેકે યુ.એસ., જાપાન અને યુરોપમાં આ રસી વિતરિત કરવા માટેના તમામ જરૂરી અધિકારો મેળવી લીધા છે.

આ રસીનું સંપૂર્ણ નામ છે કોરોફ્લુ: વન ડ્રોપ કોવિડ-19 નેસલ વેક્સીન. કંપનીનો દાવો છે કે આ રસી સંપૂર્ણ સલામત છે. કારણ કે આ પહેલા પણ ફ્લૂ માટે બનાવેલી દવાઓ સલામત હતી. આ રસીનું ફેઝ-1 ટ્રાયલ યુ.એસ. માં સેન્ટ લૂઇસ યુનિવર્સિટી વેક્સીન અને ટ્રીટમેન્ટ ઇવેલ્યુએશન યુનિટમાં થશે. જો ઈન્ડિયા બાયોટેકને જરૂરી મંજૂરી અને અધિકાર મળે છે, તો તે હૈદરાબાદની જીનોમ વેલીમાં પણ તેની ટ્રાયલ કરશે.

Back to top button