BollywoodIndiaInternationalNews

એકદમ કરિશ્મા કપૂર જેવી દેખાય છે આ પાકિસ્તાની યુવતી, વિડીયો થયા વાયરલ

દુનિયામાં હમશકલ ની વાતો ઘણી વાર સામે આવતી હોય છે. આ દુનિયામાં ઘણાં બધાં લોકો એકસમાન દેખાતા હોય છે પણ જોઈ કોઈ સેલીબ્રીટી જેવું જ દેખાતું હોય તો? પાકિસ્તાનની એક યુવતી આજકાલ ચર્ચાનો વિષય છે. યુવતીની વિશેષતા એ છે કે તે બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂર જેવી લાગે છે.

ટીકટોક પર બનેલા તેના વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે કારણ કે તે કરિશ્મા કપૂર જેવી લાગે છે અને તેણીની જેમ જ એક્ટિંગ કરે છે.આ યુવતીનું નામ હિના ખાન છે અને તે આ દિવસોમાં પાકિસ્તાનમાં છવાઈ ગઈ છે. હિના કરિશ્માની જેમ જ રૂપાળી છે,તેના જેવી જ સુંદર અને એવી જ આંખોવાળી છે. તે કરિશ્માને એટલી બધી મળતી આવે છે એક લોકો પણ છેતરાઈ જાય.

હિનાની બોલવાની રીત પણ કરિશ્મા જેવી જ છે. કરિશ્મા કપૂરની જેમ ગેટઅપ કરીને તે સોશિયલ મીડિયા પર અભિનય ચાલુ જ રાખે છે. સોશિયલ મીડિયા પર તેના હજારો ફોલોઅર્સ છે. હિના ટિક ટોક પર વિડિઓઝ પણ અપલોડ કરે છે અને તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

હિના પોતાને કરિશ્મા કપૂર ની સુપરફેન કહે છે. તેનું કહેવું છે કે જ્યારે લોકો તેની તુલના કરિશ્મા કપૂર જેવી અભિનેત્રી સાથે કરે છે ત્યારે તે તે પસંદ કરે છે.

Back to top button