BollywoodIndia

રામ ગોપાલ વર્માએ કહ્યું, કુંભ મેળો કોરોના એટમ બોંબ છે, જવાબદારી કોણ લેશે?

દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ જે રીતે વધી રહ્યો છે તે દરેક માટે ખૂબ ચિંતાનો વિષય બની ગયો છે. કેસોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે જોતા ફરી એક વાર લોકડાઉન જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આ સમય દરમિયાન લોકોને ઘરોમાં જ રહેવાની અને સામાજિક અંતરને અનુસરવાની અપીલ કરવામાં આવી રહી છે. જો કે બીજી તરફ ચૂંટણી ની તેલીઓ બેફામ થઈ રહી છે. તદુપરાંત ધર્મ અને આસ્થામાં ડૂબેલા લોકો કોરોનાના ડરને એક તરફ મુકીને હરિદ્વારના કુંભ સ્નનમાં ભાગ લઈ રહ્યા છે. ફિલ્મ દિગ્દર્શક રામ ગોપાલ વર્માએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.

બધાં જાણે છે કે રામ ગોપાલ વર્મા તેની આક્રમ્રક ટિપ્પણી માટે જાણીતા છે. તેઓ તદ્દન નિંદાકારક ટીપ્પણી કરતા હોય છે અને હંમેશાં કંઈક એવું કહેતા હોય છે જેનાથી હંગામો થાય છે. પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તેઓ લોકોનું ધ્યાન તે બાબતો તરફ પણ લે છે જે એક અલગ વાસ્તવિકતા છે અને સમાજને ક્યાંક ક્યાંક નુકસાન થતું હોય છે.

તાજેતરમાં તેમણે ટ્વિટર પર એક ફોટો શેર કર્યો છે અને કોરોના સમયગાળા દરમિયાન હરિદ્વારમાં ચાલી રહેલા કુંભ સ્નાન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે લખ્યું ચ એકે તમે જે જોઇ રહ્યા છો તે કુંભ મેળો નથી, પરંતુ તે એક કોરોના એટમ બોમ્બ છે. હું વિચારી રહ્યો છું કે આના માટે કોને દોષી ઠેરવવામાં આવશે?

Back to top button