GujaratSouth GujaratSurat

11 દિવસનું માસુમ બાળક વેન્ટીલેટર પર, માતા દ્વારા કોરોના નો ચેપ લાગ્યો, રેમડેસીવીર ઇન્જેક્શન આપવા પડ્યા

આ માત્ર 11 દિવસનું બાળક છે જેને કોરોના નો ચેપ લાગ્યો છે અને સુરતના નાના વરાછા વિસ્તારમાં સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.

બાળ ચિકિત્સક ડો.અલ્પેશ સિંઘવીએ જણાવ્યું કે બાળકની માતાને ચેપ લાગ્યો હતો. બાદમાં બાળકમાં પણ સંક્રમણ ફેલાયું હતું અને 11 દિવસના બાળકને રેમેડિસિવરનું ઇન્જેક્શન આપવામાં આવ્યું છે. હવે બાળકના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે.

હોસ્પિટલમાં દાખલ થઇ ત્યારે મહિલાના રીપોર્ટ નોર્મલ હતા. ડિલિવરી પછી બાળકનું એક્સ-રે કરવામાં આવ્યું હતું, જે સામાન્ય હતું. જન્મના પાંચમા દિવસે એક્સ-રે સંપૂર્ણ સફેદ આવ્યો. જેના કારણે શંકા થઈ. કોવિડ-19 પરીક્ષણ કરાવતાં ખબર પડી કે બાળક કૂરના પોઝીટીવ છે. બાદમાં માતાનો રીપોર્ટ પણ કોરોના પોઝીટીવ આવ્યો. પ્રથમ દિવસે માતા ને સામાન્ય શરદી-ખાંસી હતી પણ તેણે તે વાત છુપાવી હતી.

ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોના ના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.મોટાભાગની હોસ્પિટલોમાં બેળે ફૂલ થઇ ગયા છે. રેમડેસીવીર ઇન્જેક્શન માટે સુરતની કિરણ હોસ્પીટલમાં 1 કિલોમીટર લાંબી લાઈન હોય છે. સ્મશાનમાં પણ વેઇટિંગ હોવાથી સ્થિતિ અતિગંભીર બની રહી છે.

Back to top button