CrimeGujaratSouth GujaratSurat

લોકડાઉન નો ફેક પત્ર વાયરલ કરનાર વ્યક્તિ ની સુરતથી ધરપકડ

Surat: Cyber Crime પોલીસે લોકડાઉન અંગે અફવા ફેલાવતા એક વ્યક્તિની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ અફવા ફેલાવવા અને લોકોમાં ભય અને ડરનું વાતાવરણ ઉભું કરવા આરોપી દ્વારા જાહેરનામાનો ફોટો વાયરલ કરાયો હતો. સુરત સાયબર ક્રાઈમે આ અંગે તપાસ કરી અને 48 વર્ષીય આરોપી આનંદ ગિરજાશંકર શુક્લાની ધરપકડ કરી હતી.

સાયબર ક્રાઇમ મુજબ 10 એપ્રિલે કોઈ અજાણ્યા શખ્સે કોઈ પુરાવા વિના લોકડાઉન અંગે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત રાજ્ય ગૃહ વિભાગના નામે બનાવટી ડિજિટલ લેટર પેડ બનાવીને, પંકજકુમાર આઈ.એ.એસ. અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગના નામે એક પત્ર વાયરલ કર્યો હતો.

જેમાં લખ્યું હતું કે 11 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ગુજરાતના 6 મોટા શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન થશે. આના કારણે લોકોમાં ભયનું વાતાવરણ ઉભું થયું હતું.આ મામલે સાયબર ક્રાઇમના એએસઆઈ પૃથ્વીરાજસિંહે ફરિયાદ નોંધાવી હતી. આરોપી કાપડ વેપારીએ ઇન્ટરનેટ દ્વારા સોશિયલ મીડિયા પર પત્ર વાયરલ કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપીને આ પત્ર માત્ર સોશિયલ મીડિયા દ્વારા મળ્યો હતો પણ તેની ખરાઈ કર્યા વગર તેને વાયરલ કરી દીધો હતો.

Tags
Back to top button