India

મહારાષ્ટ્રમાં 15 દિવસ સુધી લોકડાઉન જેવા અતિ કડક નિયમો લાગુ, જરૂરી સેવાઓ સિવાય બધું જ બંધ, કલમ 144 લાગુ

મહારાષ્ટ્રમાં કોરોના ને કારણે અતિગંભીર સ્થિતિ છે.આજે કોરોનાના 51,751 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 258 લોકોનાં મોત નીપજ્યાં છે.રાજ્યને સંબોધન કરતાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાજ્યમાં પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. અહીં કોરોના વાયરસ નિયંત્રણ બહાર છે.

કોરોના માટે બનાવવામાં આવેલી બધી સુવિધાઓ ખૂટી પડી છે.સ્થિતિ ખુબ જ ડરાવનારી છે. મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં જબરદસ્ત દબાણ છે. અમે કેન્દ્ર સરકાર પાસે વધુ ઓક્સિજનની માંગ કરી છે. અમે બાકીના રાજ્યોમાંથી પણ ઓક્સિજનની માંગ કરી રહ્યા છીએ. અમને સડક સિવાય હવાઈ માર્ગે પણ ઓક્સિજન પૂરો પાડવામાં આવે. આ માટે વાયુ સેના ની મદદ ની પણ માંગ કરી છે.

તેમણે કહ્યું કે પીએમ મોદીએ ઉદ્યોગોને મદદ કરવી જોઈએ. તેમણે પીએમ મોદીને વાયુસેનાનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે રસીકરણની પ્રક્રિયાને વધુ વેગ આપવો પડશે. કોરોના રસીકરણથી નબળો પડશે. સીએમ ઉદ્ધવે જીએસટી રીટર્ન મુલતવી રાખવા અને યુકેના મોડેલ ને અપનાવવા જણાવ્યું છે.

સીએમ ઉદ્ધવ ઠાકરેએ ઘોષણા કરી છે કે મહારાષ્ટ્રમાં આવતીકાલ રાત્રે આઠ વાગ્યાથી રાજ્યમાંકડક પ્રતિબંધ લાદવામાં આવશે. આવતી કાલથી બ્રેક ચેઈન અભિયાન શરૂ થશે. મહારાષ્ટ્રમાં આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે માત્ર આવશ્યક સેવાઓ 15 દિવસ સુધી ચાલુ રહેશે. કોઈપણ જરૂરિયાત વિના ટ્રાફિક બંધ રહેશે સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ થશે. બિનજરૂરી ઘર છોડવા પર પ્રતિબંધ રહેશે. લોકલ અને અન્ય બસો દોડતી રહેશે. ઓટો-ટેક્સી સેવાઓ પણ ચાલુ રહેશે. બેંકનું કામકાજ ચાલુ રહેશે.

ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી કે 12 લાખ મજૂરોને 1500-1500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તેમણે કહ્યું કે રિક્ષા ચાલકોને 1500 રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત આદિવાસીઓને 2000 રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવશે. અમે ફક્ત કોવિડ સંબંધિત સુવિધાઓ માટે 3 હજાર 3 સો કરોડ રૂપિયા રાખ્યા છે. ઉદ્ધવ સરકારે સાડા પાંચ હજાર કરોડની આર્થિક સહાયનું પેકેજ તૈયાર કર્યું છે.

તેમણે કહ્યું કે અમને ખબર નથી કે 15 દિવસ પછી કેટલા દર્દીઓ હશે. દર્દીઓની વધતી સંખ્યા તદ્દન ભયાનક છે. ઓક્સિજનનો અભાવ છે, દવાઓ પણ ઓછી થઈ રહી છે. તેમણે કહ્યું કે કોરોના રસીકરણમાં વધારો કરવો પડશે. કોરોના ને ફક્ત રસીકરણ દ્વારા નિયંત્રિત કરી શકાય છે.

Back to top button