CrimeGujaratSouth GujaratSurat

મુખ્યમંત્રી વિજય રૂપાણી નો ફની વિડીયો અપલોડ કરનાર ને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો, Instagram પર છે 6 લાખ ફોલોઅર્સ

આજના સમયમાં સોશિયલ મીડિયા પર અનેક ફોટો અને વિડીયો વાયરલ થતા હોય છે.સોશિયલ મીડિયામાં રાજકારણ ની ચર્ચા, વિવિધ રાજકીય પાર્ટીઓ ના આઈટી સેલ દ્વારા એકબીજાની પાર્ટી નો વિરોધ કરવા માટે ઘણીવાર મર્યાદા પણ ભુલાઈ જતી હોય છે. હવે સામાન્ય જનતા પણ સરકાર નો વિરોધ કરવા ફોટો તેમજ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતી હોય છે. તાજેતરમાં જ એક એપ લોન્ચ થઇ છે જેના દ્વારા તમે કોઈ પણ લોકોનો ફોટો આસાની થી મોર્ફ કરી શકો છો.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ પીએમ નરેન્દ્ર મોદી ના આવા વિડીયો વાયરલ થયા હતા. હવે મુખ્યમંત્રી વિજય રૂપાણી નો પણ આવો જ એક મોર્ફ કરેલ વિડીયો કોઈએ સોશિયલ મીડિયા પર અપલોડ કરતા રોવાનો વારો આવ્યો છે.સુરત ક્રાઈમ બ્રાંચે વિડીયો ક્લિપથી મુખ્યમંત્રી વિજય રૂપાણી નો ફોટો મોર્ફ કરનાર વ્યક્તિની ધરપકડ કરી છે.

12 એપ્રિલના રોજ ક્રાઇમ બ્રાંચની ટેકનીકલ ટીમ સોશિયલ મીડિયા પર નજર રાખી રહી હતી, ત્યારે સોશિયલ મીડિયા એપ્લિકેશન Instagram પર ગુજ્જુ સ્માઇલી નામના પેજ પર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ફોટો મોર્ફ કરીને એક વિડીયો અપલોડ કરાયો હોવાની જાણ થઇ હતી.

ત્યારબાદ પોલીસે વીડિયો ક્લિપ બનાવનારને શોધી કાઢવા માટે ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો અને તકનીકી ટીમે આરોપી કિશન રૂપાણીની ધરપકડ કરી હતી. 28 વર્ષીય આરોપી સુરતનો રહેવાસી છે જેના Instagram પેજ પર 6 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે. તે Instagram પર રમુજી ફોટો-વિડીયો અપલોડ કરતો હોય છે, એવામાં મુખ્યમંત્રી નો વિડીયો મુકતા ક્રાઈમબ્રાન્ચે તેને ઝડપી લીધો.

Back to top button