AhmedabadGujaratMadhya Gujarat

પાર્કિંગ ચાર્જ માંગવા પર ભડક્યા પીએમ મોદી ના ભાઈ પ્રહલાદ મોદી, કહ્યું આવું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઇ પ્રહલાદ મોદીએ અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જને લઈને એરપોર્ટ સ્ટાફ-અધિકારીઓ સાથે બબાલ કરી હતી. મંગળવારે સાંજે તેઓ હરિદ્વારથી અમદાવાદ પહોંચ્યા ત્યારે વિવાદ થયો હતો અને પાર્કિંગ સ્ટાફે તેમની પાસેથી કાર પાર્કિંગ ચાર્જ 90 રૂપિયા માંગ્યો હતો.

પ્રહલાદ મોદીની દલીલ હતી કે જ્યારે મારી કાર એરપોર્ટ પરિસરમાં પાર્ક કરવામાં આવતી નથી, તો પાર્કિંગ ચાર્જ શા માટે લેવામાં આવશે? તેમણે કહ્યું કે કાર સાથેનો ડ્રાઈવર એરપોર્ટની બહાર રસ્તા પર મારી રાહ જોતો હતો. આમ છતાં સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને પાર્કિંગ ચાર્જ માંગવા લાગ્યો હતો. જ્યારે વિવાદ થયો ત્યારે એરપોર્ટ મેનેજમેન્ટના કેટલાક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કર્મચારીઓની ભૂલ જણાવીને પ્રહલાદ મોદીને ત્યાં જવા કહ્યું હતું.

પ્રહલાદ મોદીએ કહ્યું કે હું ટર્મિનલની બહાર આવીને મારી કાર તરફ ચાલતો હતો પરંતુ મારો ડ્રાઇવર કાર સાથે ટર્મિનલ ની બહાર ઉભો હતો ત્યાં પાર્કિંગ સ્ટાફ દોડી આવ્યો હતો. જ્યારે મેં કર્મચારીઓને કહ્યું કે કાર ટર્મિનલમાં પાર્ક નથી, તો પછી ચાર્જ શેનો? તો તેમણે કહ્યું કે અહીં આવતા દરેક વાહન પર પાર્કિંગ ચાર્જ લેવામાં આવે છે. એટલું જ નહીં કર્મચારીએ તેમને એમ પણ કહ્યું કે જો પાર્કિંગ ચાર્જ નહીં અપાય તો તેમની કાર જપ્ત કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે અમદાવાદ એરપોર્ટ સંભાળ્યા પછી અદાણી ગ્રૂપે ટર્મિનલની બહાર ખુલ્લા મેદાનને પણ કબજામાં કરી લીધું છે. અગાઉ ટર્મિનલ બિલ્ડિંગ્સ ટી-1 અને ટી-2 ની સામે ગ્રાઉન્ડમાં ફ્રી પાર્કિંગ હતું, તે હવે ઉપલબ્ધ નથી.

Back to top button