India

પોલીસ કોન્સ્ટેબલે માસ્ક નહોતું પહેર્યું, પોલીસે જ 2000 નો મેમો ફાડ્યો

ઓડિશાના તીર્થનગર પુરીમાં ટ્રાફિક પોલીસકર્મીને માસ્ક વિના ફરજ પર આવવું મોંઘુ પડ્યું હતું. કાયદાના નિયમો શીખવતા ટ્રાફિક પોલીસ કર્મચારીએ પોતે જ માસ્ક પહેર્યું ન હતું. જ્યારે ઉચ્ચ અધિકારીઓએ આ ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને જોયો ત્યારે તેને બે હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

પુરીના એસપી ડો.કંવર વિશાલસિંહે કહ્યું કે અમે અમારા પોલીસ કોન્સ્ટેબલને પણ દંડ ફટકાર્યો છે. સામાન્ય લોકો માટે પણ આ એક મજબુત સંદેશ છે કે માસ્ક ન પહેરવા માટે અમે અમારા સ્ટાફને પણ માફ નથી કરતા. આવું કરનારા કોઈ પણ વ્યક્તિને માફ નહી કરાય.

એસપી ડો.કંવર વિશાલસિંહે ટ્વિટર પર લખ્યું કે જ્યારે આ બાબત અમારા ધ્યાનમાં આવી ત્યારે અમે માસ્ક ન પહેરવા બદલ અમારા ટ્રાફિક કોન્સ્ટેબલને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો અને તેણે જવાબદાર નાગરિકની જેમ તેને ચૂકવણી કરી હતી. એસપી ડો.કંવર વિશાલસિંહે જણાવ્યું હતું કે જાહેર આરોગ્ય અમારી પ્રાથમિકતા છે. રાજ્યના મુખ્યમંત્રીના આહ્વાન પર વિશેષ માસ્ક અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અમે પુરી જિલ્લામાં અત્યાર સુધીમાં 5923 લોકોને મેમો આપ્યો છે.

જણાવી દઈએ કે શુક્રવારે મુખ્ય પ્રધાન નવીન પટનાયકે 14 દિવસની માસ્ક ઝુંબેશ શરૂ કરવા આદેશ આપ્યો હતો. મુખ્યમંત્રીએ ટ્વિટર પર લખ્યું હતું કે હું હંમેશાં માસ્ક પહેરે છે, શું તમે પહેરો છો? મુખ્યમંત્રી પટનાયકે લોકોને ચેતવણી આપી હતી કે જો લોકો તેમનો રોજગાર નિયમિત રીતે ચાલુ રાખવા માંગતા હોય તો અવશ્ય માસ્ક ફેરવું જોઈએ.

Back to top button