AhmedabadGujaratMadhya GujaratNorth GujaratRajkotSaurashtraSouth GujaratSuratVadodara

રાજ્યમાં કોરોના ના અત્યારસુધીના સૌથી વધુ 7410 કેસ નોંધાયા, 73 ના મોત,

ગુજરાતમાં કોરોના દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે. આજે ગુજરાતમાં કોરોના ના સૌથી વધુ કેસ નોંધાયા છે.રાજ્યમાં આજે ફ્લીવાર 7000 થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના ના 7,410 કેસ નોંધાયા છે. આજે 2642 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં અમદાવાદ શહેર અને સુરત શહેરમાં આજે 24-24 દર્દીઓના મોત સાથે કુલ 73 દર્દીઓના મોત થયા છે.

રાજ્યમાં અમદાવાદ,સુરત,રાજકોટ, વડોદરામાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં મૃત્યુઆંક પણ ખુબ જ વધી રહ્યો છે. આ સઠેર આજે રાજ્યમાં 1 લાખ 66 હજાર 698 લોકો ને રસી આપવામાં આવી છે. અત્યારસુધીમાં રાજ્યમાં 85 લાખ 29 હજાર 83 લોકોને રસી નો પ્રથમ ડોઝ અને 12 લાખ 3 હજાર 465 લોકોને રસી નો બીજો ડોઝ અપાઈ ચુક્યો છે.

રાજ્યમાં હાલ 39250 એક્ટીવ કેસ છે. 254 દર્દીઓ વેન્ટીલેટર પર છે.અમદાવાદમાં આજે સૌથી વધુ ૨૪૯૧ કેસ નોંધાયા છે. સુરતમાં ૧૪૨૪ કેસ અને રાજકોટમાં ૫૫૧ કેસ નોંધાયા છે.જુઓ આખું લીસ્ટ,

Back to top button