GujaratNews

હવામાન વિભાગની આગાહી મુજબ કોરોનાના કહેર વચ્ચે ખેડૂતો માટે વરસાદને લઈને ખુશીના સમાચાર,

કોરોનાના કહેર વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે.આ વર્ષે 1 જૂનથી શરૂ થનારું ચોમાસું સામાન્ય રહે તેવી શક્યતા છે.હવામાનની માહિતી આપનાર સંસ્થા સ્કાઈમેટે આ આગાહી કરી છે.ચોમાસાને લઇને સારા સમાચાર આવી રહ્યા છે.સતત ત્રીજા વર્ષે પણ દેશમાં ચોમાસું સારું રહે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાનની આગાહી કરતી એક ખાનગી એજન્સી ‘સ્કાયમેટ વેધર’ પોતાના અહેવાલમાં કહ્યું કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં 75 ટકાથી વધુ વરસાદ આપનાર દક્ષિણ-પશ્ચિમ આ વર્ષે સામાન્ય રહેશે.સ્કાયમેટ વેધરના અંદાજ મુજબ આ વર્ષે ભારતમાં ચોમાસુ સારું રહેશે.જેમાં જૂન મહિનામાં 177 મિમી.વરસાદ થઈ શકે છે.

જુલાઈમાં 277 મિમી અને ઓગસ્ટમાં 258 મિમી વરસાદ થવાની સંભાવના છે.આમ કહી શકાય કે સતત ત્રીજા વર્ષે 2021 માં સારું ચોમાસું રહેશે.છેલ્લા બે વર્ષમાં સામાન્યથી વધુ વરસાદ થયો હતો.ભારતમાં સારા ચોમાસાની સીધી અસર ઈકોનોમી પર પડે છે.સારા ચોમાસાનો અર્થ એ કે ઈકોનોમીને મજબૂતી મળે છે.અને તેનું કારણ એ છે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે.

પાણી સારું મળતા સારું ચોમાસું રહે એટલે અઢકળ કૃષિ પેદાશો પેદા થાય છે.આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે તો ઈકોનોમીને પણ ચોક્કસ મજબૂતી મળશે.સ્કાયયમેટ વેધરની ચોમાસાની આગાહી અનુસાર જૂન થી સપ્ટેમ્બર આમ ચાર મહિનામાં બીબીએમ.6 મિમીની તુલનામાં 2021 માં સરેરાશ વરસાદ 103 ટકા જેટલો પડશે.

ચોમાસાની પ્રાદેશિક કામગીરી પર સ્કાયમેટનો અંદાજ છે કે ઉત્તર ભારતના મેદાનો અને પૂર્વોત્તર ભારતના ભાગોમાં સમગ્ર ઋતુનો ઓછો વરસાદ પડવાની સંભાવના છે.જો કે ચોમાસાના પ્રારંભિક મહિનામાં,જૂન અને સપ્ટેમ્બરના અંતિમ ભાગમાં દેશભરમાં ભારે વરસાદ પડવાના સંકેત જોવા મળે છે.

ખેડૂતો માટે રાહતના સમાચાર-એક અહેવાલ મુજબ ભારતમાં આશરે 20 કરોડ ખેડૂતો ડાંગર,કપાસ,મકાઈ,શેરડી અને સોયાબીન જેવા ઘણા પાકની વાવણી માટે ચોમાસાના વરસાદની રાહ જુએ છે.આનું સૌથી મોટું કારણ એ છે કે દેશની લગભગ 50 ટકા ખેતીલાયક જમીનમાં સિંચાઇની સુવિધાઓનો અભાવ છે.

આને કારણે ભારતના અર્થતંત્રમાં કૃષિ ઉત્પાદનની ભાગીદારી ફક્ત 14 ટકા જેટલી છે.જો કે કૃષિ ક્ષેત્ર દેશમાં 65 કરોડથી વધુ વસ્તીને રોજગારી આપે છે.ભારતની વસ્તી લગભગ 130 કરોડ છે,એટલે કે લગભગ 50 ટકા લોકોને કૃષિક્ષેત્રમાં રોજગારી મળી છે.

Back to top button