InternationalUSA

આ વ્યક્તિ પોતાના જ સંતાન સાથે લગ્ન કરવા માંગે છે, કોર્ટ પાસે પરમીશન માંગી

ન્યુ યોર્કમાં એક વ્યક્તિએ કાનૂની રીક્વેસ્ટ ફાઈલ કરી છે જેમાં જણાવ્યું છે કે તે પોતાના બાળક સાથે લગ્ન કરવા માંગે છે. આ વ્યક્તિએ એમ પણ કહ્યું હતું કે તે કૌટુંબિક વ્યભિચારથી સંબંધિત કાયદાઓ ને ખત્મ કરવા માંગે છે કેમ કે લગ્ન એ કોઈ પણ વ્યકિત નો અંગત નિર્ણય છે.

ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલમાં જણાવાયું છે કે તે વ્યક્તિ તેની ઓળખ જાહેર કરવા નથી માંગતો કારણ કે કોર્ટમાં તેની અપીલ નૈતિક અને સામાજિક રીતે નફરતકારક ગણી શકાય. જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનું બાળક પુખ્ત વય નું છે. કોર્ટના કાગળોમાં આ વ્યક્તિ કે તેના બાળકના Gender વિશે પણ નથી લખ્યું.

આ સિવાય તેના હોમટાઉન અને આ લોકોની અન્ય વિગતો અંગે કોઈ વાત થઈ નથી. આ કિસ્સામાં તેમણે એમ પણ કહ્યું હતું કે તે તેના બાળકને પ્રપોઝ કરવા માંગે છે, પરંતુ સમાજના ડરને કારણે તે આવું કરી શકતા નથી.તેમણે કહ્યું કે તેમને ડર છે કે જો તે તેના બાળક સાથે લગ્ન કરે તો સમાજ તેનો બહિષ્કાર કરી શકે છે અને તે કોઈ પણ સંજોગોમાં તેના બાળકને માનસિક અથવા ભાવનાત્મક રીતે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉભી કરવા માંગતો નથી.

આ વ્યક્તિએ એપ્રિલના પહેલા અઠવાડિયામાં મેનહેટન ફેડરલ કોર્ટમાં આ અરજી કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે પેરેન્ટ્સ અને તેમના બાળકોના લગ્નને લગતા કાયદાઓને ગેરબંધારણીય જાહેર કરવા જોઈએ કારણ કે આ પ્રકારની બાબતો વ્યક્તિગત સ્વતંત્રતા સાથે જોડાયેલ છે.

અદાલતમાં મોકલેલી અપીલમાં આ વ્યક્તિએ કહ્યું હતું કે લગ્ન બે લોકો વચ્ચે ખૂબ જ ખાસ સંબંધ છે અને તેને ઇન્ટિમેસી અને આધ્યાત્મિકતાના અભિવ્યક્તિ તરીકે જોવું જોઈએ. ન્યુ યોર્કના કાયદા મુજબ તેના પોતાના પરિવારના લોકો સાથે લગ્ન કરવા જેવા કેસમાં કોઈને ચાર વર્ષની સજા થઈ શકે છે.

Back to top button