CrimeIndia

16000 રૂપિયામાં રેમડેસીવીર ઇન્જેક્શન વેચી રહ્યો હતો આ વ્યક્તિ, પોલીસે પકડ્યો

મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં પોલીસે રેમેડિસવીરના ઈન્જેક્શન ની કાળાબજારી કરનાર એક વ્યક્તિની ધરપકડ કરી હતી. એવો આરોપ છે કે તે વ્યક્તિ 16000 રૂપિયામાં રેમેડિવીવર ઈંજેક્શન વેચતો હતો. ભારતમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે આ ઇન્જેક્શનની ભારે માંગ છે.

ઈન્દોરમાં ફરીવાર કોરોના ના કેસ વધુ રહ્યા છે ત્યારે રિમાડેસિવીર ઇન્જેક્શન કોરોના ચેપની સારવારમાં અસરકારક હોવાનું કહેવામાં આવે છે. તેથી તેની માંગ ખુબ જ વધી રહી છે.એક એક ઇન્જેક્શન લેવા માટે કોરોના પીડિતોનાં પરિવારો સવારથી સાંજ સુધી તડકામાં ઉભા રહેતા હોય છે.

આવી સ્થિતિ નો લાભ લઈને આ ઇન્જેક્શનનું બ્લેક માર્કેટિંગ પણ શરૂ થઈ ગયું છે.આ બધા વચ્ચે એક પીડીતે એમઆઈજી પોલીસને જાણ કરી હતી કે એક વ્યક્તિ તેમને રેમેડિસિવર ઇંજેક્શન બ્લેકમાં વેચવા માટે આવી રહ્યો છે. માહિતીના આધારે પોલીસે છટકું ગોઠવી ને આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે તે ઈન્ડેક્સ કોલેજમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરે છે.

તેણે પોતાનું નામ શોએબ શેખ જણાવ્યું હતું.પકડાયેલા આરોપી પાસેથી રેમડેસિવીરનું ઈંજેક્શન પણ મળી આવ્યું છે. આરોપી આશરે 16 હજાર રૂપિયામાં વેચવા આવ્યો હતો. સ્ટેશન ઇન્ચાર્જ વિનોદ દિક્ષિતે જણાવ્યું હતું કે એક યુવક જે રેમેડવીર ઈન્જેક્શનનું બ્લેક માર્કેટિંગ કરતો હતો તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ કલમ 188 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Back to top button