CrimeIndia

યુવકે યુવતી સાથે ની સેલ્ફી વાયરલ કરવાની ધમકી આપી, યુવતીએ ખુદને આગ ચાંપી આપઘાત કર્યો

છત્તીસગઢ ના દુર્ગ શહેરમાં છેડતીથી ત્રસ્ત ધોરણ 10 ની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી. એક 16 વર્ષિય વિદ્યાર્થીએ કેરોસીન છાંટી આગ ચાંપી ને આપઘાત કર્યો હતો. આ ઘટનામાં તે ખરાબ રીતે દાઝી જતા સારવાર માટે ભીલાની સેક્ટર-9 હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું.

વિદ્યાર્થીની 10 એપ્રિલના રોજ બપોરે 12.30 વાગ્યે ટ્યુશનથી પરત ફરી રહી હતી.આ દરમિયાન હરિનગર વિસ્તારમાં આરોપી શશીકાંતે તેને ઉભી રાખી હતી અને તેની છેડતી શરૂ કરી હતી. ત્યારબાદ બળજબરીથી વિદ્યાર્થીની સાથે સેલ્ફી લીધી હતી અને તેના પર વાત કરવા દબાણ લાવવાનું શરૂ કર્યું હતું.

જ્યારે વિદ્યાર્થીની એ વાત કરવાની ના પાડી ત્યારે શશીકાંતે સેલ્ફીની સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. આ પછી યુવતી રડતા ઘરે પહોંચી હતી અને પરિવારને ઘટનાની જાણ કરી હતી. પરિવારના સભ્યોએ કહ્યું કે અમે તેના માતા-પિતાને ફરિયાદ કરીશું. પરિવારનું કહેવું છે કે ત્યારથી તેમની પુત્રી આઘાતમાં હતી. તેમને ખબર નહોતી કે તે આવું પગલું ભરશે.

મૃતકના પિતાએ જણાવ્યું હતું કે લોકડાઉન ને કારણે 11 મી એપ્રિલની સવારે પત્ની ઘરેથી રેશન લેવા ગઈ હતી. હું કામથી રાયપુર ગયો હતો. ભત્રીજો ઘરે અભ્યાસ કરતો હતો. ત્યારે દીકરીએ ખુદ ને આગ ચાંપી દીધી હતી. માહિતી મળતાં જ પત્ની ઘરે પહોંચી અને મને પણ માહિતી આપી હતી. પુત્રીને ભીલા સેક્ટર 9 હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

મૃતક યુવતીના પિતાની ફરિયાદના આધારે મોહન નગર પોલીસે આરોપી શશીકાંતવિરુદ્ધ આઈપીસીની કલમ 341, 354 અને પોકસો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે.

Back to top button