Ajab GajabIndia

વાહ સલામ છે આ 75 વર્ષીય વૃદ્ધ મહિલાને,મકાઇ શેકવા માટે કર્યો એવો જુગાડ કે ક્રિકેટર પણ જોતાં જ રહી ગયા,

ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે 75 વર્ષીય મહિલા વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે,જે એકદમ પ્રેરણાદાયક છે અને લોકોને તેમની પોસ્ટ ખૂબ પસંદ આવી રહી છે.વીવીએસ લક્ષ્મણ સોશિયલ મીડિયા પર આવી પ્રેરણાદાયી પોસ્ટ્સ શેર કરવા માટે જાણીતા છે.

તેમના દ્વારા શેર કરેલા ફોટામાં,તે જોવામાં આવ્યું છે કે મહિલા મકાઈને શેકવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરી રહી છે.લોકો તેની પ્રતિભાના વખાણ કરી રહ્યા છે.વીવીએસ લક્ષ્મણ પણ તેના મકાઈને વેચવાની વૃદ્ધ મહિલાની અનોખી રીતની ચાહક બની ગયા છે,ત્યારબાદ તેમણે તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર તેમની કહાની શેર કરી.

ક્રિકેટરે લખ્યું કે,”બેંગ્લોરમાં રસ્તાની કિનારે 75 વર્ષીય વૃદ્ધ સેલવમ્માને હાઇ ટેક સોલર પાવર પર કોર્ન ગ્રીલ કરતી જોઈને આનંદ થયો.”ક્રિકેટરે પોસ્ટમાં આગળ લખ્યું કે,’તકનીકી અને નવીનતાના આ ઉપયોગથી તેમનું કાર્ય વધુ સરળ થઈ ગયું છે’.આ પછી,સોશિયલ મીડિયા યુઝરો તરફથી વિવિધ પ્રતિક્રિયાઓ આવવાનું શરૂ થયું.તેઓ તેમની પ્રશંસા કરતા થાકતા નથી.

એક યુઝરે લખ્યું,કે “જ્યારે સરકાર તમારા માટે કંઇ કરશે નહીં ત્યારે તમારે આત્મનિર્ભર બનવું પડશે.”

Back to top button