GujaratMadhya GujaratVadodara

વડોદરામાં પણ હાલત ગંભીર: દરરોજ 40-50 કોરોના મૃતકના અંતિમસંસ્કાર, બંધ સ્મશાન પણ ખોલવા પડ્યા

ગુજરાતમાં અમદાવાદ, સુરતની જેમ વડોદરામાં પણ કોરોના મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. અહીં કોરોના ગાઈડલાઈન મુજબ દરરોજ 40 થી 50 દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ મૃતકોની સંખ્યામાં વધારો થવાને કારણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જંબુવા નજીક બંધ સ્મશાન ફરી શરૂ કરાયું છે. અહીં નવા 35 નવી ચિતા તૈયાર કરાઈ છે.

વડોદરાના જંબુવામાં સ્મશાન ખંડેર હાલતમાં હતું પરંતુ કોરોનાથી વધી રહેલા મૃત્યુને કારણે સ્મશાન ફરી ખોલવાની ફરજ પડી છે. કોર્પોરેશને અહીં યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહીં નવી 35 ચિતા તૈયાર કરાતા સ્થિતિ નો અંદાજ લગાવી શકાય છે.

હાલમાં વડોદરામાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની રહી છે. દિવસે દિવસે કોરોના કેસની સંખ્યા વધી રહી છે. તે જ સમયે, મૃત્યુઆંક પણ વધતો જાય છે. સરકારી હોસ્પિટલો અને કબ્રસ્તાનમાં પણ વેઇટિંગ જોવા મળી રહી છે. સત્તાવાર આંકડાઓમાં મૃત્યુઆંક 2-3 જ છે પણ સ્મશાનમાં કોવીડ ગાઈડલાઈન મુજબ અનેક અંતિમસંસ્કાર થઇ રહ્યા છે.

વડોદરા શહેરના 24 સ્મશાનગૃહોમાંથી 10 ચાલુ હાલતમાં છે. આમાંથી એક ઝામ્બુઆનું સ્મશાન છે, જે ફરી ચાલુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અંતિમ સંસ્કાર માટે મોટા પ્રમાણમાં લાકડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

Back to top button