AhmedabadGujaratMadhya Gujarat

એશિયા ની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની બહાર દર્દીને લઈને 70 એમ્બ્યુલન્સ વેઈટીંગમાં, એડીશનલ સુપ્રિ. કહ્યું કે અંદર બેડ ખાલી નથી તો અમે શું કરી શકીએ?

ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસોએ સરકારી વ્યવસ્થાઓ ને તોડી નાખી છે. અમદાવાદ અને સુરતમાં કોરોના ના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં 1200 બેડવાળી એશિયાની સૌથી મોટી સરકારી હોસ્પિટલની હાલત ખરાબ થઇ ગઈ છે, જેની કલ્પના પણ કોઈએ કરી ન હતી. હોસ્પિટલમાં તમામ બેડ ફૂલ છે. શહેરની તમામ હોસ્પિટલો ભરવાના કારણે દર્દીઓ અન્ય જગ્યાએ પણ નથી જઈ શકતા.

પરિસ્થિતિ એવી બની ગઈ છે કે દર્દીઓથી ભરેલી એમ્બ્યુલન્સ હોસ્પિટલની બહાર ઉભી છે અને ઘણાને હવે ફક્ત એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવામાં આવી રહી છે. આ દર્દીઓ હોસ્પિટલમાં કેટલા સમય સુધીમાં પ્રવેશ મેળવી શકશે તે અંગે હોસ્પિટલ વહીવટીતંત્ર પણ કહેવામાં અસમર્થ છે.

ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે અમદાવાદ સિવિલની બહાર ૫૦ થી ૭૦ એમ્બ્યુલન્સ દર્દીઓ ને લઈને વેઈટીંગમાં જ હોય છે. આ અંગે સિવિલ હોસ્પિટલ ના એડીશનલ સુપ્રિ. રજનીશ પટેલે કહ્યું કે તંત્ર દરેક એમ્યુલન્સ ને સિવિલમાં મોકલી દે છે પણ સિવિલમાં બેડ જ ખાલી નથી. દર્દીઓ સારવાર લઇ રહ્યા છે બધા બેડ ફૂલ છે. બહાર 25 એમ્બ્યુલન્સ હોય કે ૫૦૦ અમે શું કરી શકીએ જ્યાં સુધી બેડ જ ખાલી ન થાય.

Back to top button