CrimeIndia

23 જ દિવસમાં ત્રીજો હુમલો, 2 પોલીસ જવાનો ના ગળા કાપી નાખ્યા, નક્સલીઓ પર શક

છત્તીસગઢ ના સુકમા જિલ્લાના ભેજ્જી પોલીસ સ્ટેશનથી માત્ર અડધો કિલોમીટર દૂર બે પોલીસકર્મીઓની હત્યા કરવામાં આવી છે. માર્યા ગયેલા પોલીસ જવાનો ભેજ્જી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પોલીસ સ્ટેશન નજીક પોલીસ છાવણી પણ છે. ગુરુવારે બંને જવાનો બાઇક દ્વારા બજાર તરફ જઈ રહ્યા હતા. ત્યારે જ તેમનો રસ્તો રોકીને કોઈએ ગળા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ફરરર થઇ ગયા હતા.

ગામ લોકો આ ઘટના અંગે કંઇ બોલી રહ્યા નથી. એસપી કેએલ ધ્રુવે જણાવ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. જે જવાનો ની હત્યા કરવામાં આવી છે તે પુનીમ હડમા અને ધનીરામ કશ્યપ હતા. છત્તીસગઢ માં સુરક્ષા દળો પર હુમલો થયાના 23 દિવસની આ ત્રીજી ઘટના છે.

ગ્રામીણ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ હત્યા પાછળ નક્સલવાદીઓની નાની એક્શન ટીમનો હાથ હોઈ શકે છે. આવી ટીમો શિબિરમાંથી બહાર આવેલા પોલીસકર્મીઓ પર નજર રાખે છે. ગામલોકોમાં રહેતા આવા નક્સલવાદીઓ ની ઓળખાણ નથી થઇ શકતી. આ ઘટના બની ત્યાં પોલીસ કર્મચારીઓ ઘણીવાર દારૂ પીવા માટે જાય છે અથવા હોસ્પિટલ અને બજાર સંબંધિત કામ માટે પણ જતા હોય છે.

સુકમા પોલીસે જણાવ્યું છે કે રસ્તા પર પડેલા પોલીસકર્મીઓની માહિતી મળતાં એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં તેણે જોયું કે સુકમાની પુનીમ હડમા અને દંતેવાડાના ધનીરામ કશ્યપ ત્યાં પડ્યા હતા તેમના ગળામાંથી લોહી વહી રહ્યું હતું.પોલીસ પહોંચ્યા ત્યાં સુધીમાં બંનેનું મોત થઇ ગયું હતું. પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં નક્સલવાદીઓની સંડોવણી વિશે કોઈ માહિતી મળી નથી.

Back to top button