AhmedabadGujaratMadhya GujaratNorth GujaratRajkotSaurashtraSouth GujaratSuratVadodara

કોરોના ના આજ સુધીના સૌથી વધુ 8152 કેસ નોંધાયા, 81 ના મોત, અમદાવાદમાં 2631 કેસ

ગુજરાતમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી જ રહ્યા છે ત્યારે આજે 24 કલાકમાં કોરોના વાયરસના નવા 8152 કેસ નોંધાયા છે અને 3023 દર્દીઓ સાજા થયા છે. આજે રાજ્યમાં 81 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોના ના કારણે કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચ્યો છે.

રાજ્યમાં અમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરામાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આજે ૨૬૩૧ કેસ નોંધાયા છે. સુરત શહેરમાં ૧૫૫૧, સુરત ગ્રામ્યમાં ૩૧૩ કેસ, રાજકોટમાં ૬૯૮ કેસ અને વડોદરામાં ૩૪૮ કેસ નોંધાયા છે. રાજ્યમાં અમદાવાદ,સુરત સહીત રાજકોટમાં પણ મૃત્યુઆંક વધી રહ્યો છે.

રાજ્યમાં હાલ કુલ 44298 એક્ટીવ કેસ છે જેમાં 267 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં આજે 93,457 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને 47,186 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો. રાજ્યમાં કુલ 86,29,022 લોકોને કોરોના ની રસીનો પ્રથમ ડોઝ અપાઈ ચુક્યો છે.12,53,033 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. રાજ્યમાં આજે નોંધાયેલા કેસનું લીસ્ટ જુઓ,

Back to top button