GujaratMadhya GujaratNorth GujaratSaurashtraSouth Gujarat

ગુજરાતમાં 1 થી 9 અને 11માં ધોરણના વિદ્યાર્થીઓ ને વગર પરીક્ષાએ પાસ કરાશે, 10-12 ની પરીક્ષા સ્થગિત

રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 10માં અને 12માં ની બોર્ડની પરીક્ષા 15 મે સુધી મુલતવી રાખી છે. આ સાથે જ વર્ગ 1 થી 9 અને 11માં ધોરણના વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન આપવાનું નક્કી કરાયું છે. આજે ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

15 મેના રોજ આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ રાજ્યમાં કોરોના ચેપની સ્થિતિની સમીક્ષા કરશે અને તે પછી જ 10-12 ની પરીક્ષાઓની તારીખ નક્કી કરવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. મૃત્યુ હોય કે નવા કેસ દરરોજ નવા રેકોર્ડ્સ બની રહ્યા છે.

મૃત્યુઆંક પણ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. હોસ્પિટલો અને સ્મશાનગૃહની બહાર લાંબી લાઇનો હોય છે. સૌથી ખરાબ હાલત સુરત સહિત અમદાવાદ, વડોદરા અને રાજકોટની છે. બુધવારે રાજ્યમાં રેકોર્ડ 7410 કેસ નોંધાયા હતા.સૌથી વધુ 2526 કેસ અમદાવાદમાં, સુરતમાં 1655, રાજકોટમાં 653 અને વડોદરામાં 452 કેસ નોંધાયા છે. કોરોનાથી થતા મૃત્યુની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 73 લોકોનાં મોત નીપજ્યાં છે.

Back to top button