CrimeInternationalNews

હેવાનોથી બચવા યુવતી 30 ફૂટની ઊંચાઈએથી કુદી પડી,બાદમાં થયું એવું કે જાણીને સૌ કોઈ હેરાન,

રશિયામાં એક આઘાતજનક કેસમાં એક છોકરીએ પોતાને બચાવવા માટે 30 ફૂટની ઉંચાઇથી નીચે કૂદી હતી.આ છોકરીનો બચાવ ખૂબ જ મુશ્કેલ હતો,પરંતુ તેણીનું ભાગ્ય સારું હતું કે નીચેના કેટલાક પોલીસકર્મીઓએ તેને પકડી અને તેને મૃત્યુથી બચાવી લીધી.આ ઘટના અલ્તાઇ ક્ષેત્રના બાર્નાલ શહેરમાં બની હતી.

આ 18 વર્ષની આ છોકરીને ખરાબ રીતે મારવામાં આવી હતી અને 2 લોકોએ દુષ્કર્મ ગુજાર્યો હતો.આ બંનેની ઉંમર 26 વર્ષ અને 37 વર્ષ હતી.આ છોકરી સાથે મારપીટમાં બીજી છોકરી પણ સામેલ થઈ હતી.આ છોકરી 19 વર્ષની હતી.આ છોકરીએ પોતાને બચાવતા ત્રીજા માળે હાજર ફ્લેટની બહાર પગ મૂક્યો હતો અને તે એટલી ડરી ગઈ હતી કે તે 30 ફૂટની ઊંચાઇથી કૂદવા માટે તૈયાર થઈ ગઈ હતી.

જો કે નીચે પોલીસકર્મીઓ તેને આવું કરવાથી મનાઇ કરી રહ્યા હતા.આ પોલીસકર્મીઓએ કહ્યું કે આ છોકરીએ રાહ જોવી જોઈએ કારણ કે ત્રીજા માળે તેની મદદ માટે પહોચી રહ્યા છે,પરંતુ તેની સાથે શારીરિક અને જાતીય હિંસાને લીધે છોકરી ખૂબ ગભરાઈ ગઈ હતી અને ડરમાં 30 ફૂટની ઊંચાઈથી કૂદી પડી હતી.

રશિયાની તપાસ સમિતિએ આ કેસમાં નિવેદન આપ્યું હતું કે આ હુમલાનું કાવતરું 19 વર્ષીય છોકરીએ રચ્યું હતું અને તે પીડિતને પાઠ ભણાવવા માંગતી હતી.તેણે એપાર્ટમેન્ટ ભાડા પર લીધું અને બે લોકોને અહીં બોલાવવામાં આવ્યા હતા.સમિતિએ કહ્યું કે જ્યારે આ છોકરી એપાર્ટમેન્ટમાં ઘૂસી ત્યારે ત્રણેય લોકોએ તેને ખૂબ માર માર્યો હતો અને પછી આ છોકરી સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો.

આ સિવાય તેની સાથે જાતીય હિંસા પણ કરવામાં આવી હતી.જો કે,આ ઝપાઝપીની વચ્ચે આ છોકરી બારી સુધી પહોંચવામાં સફળ રહી હતી.આ બાબતે વાત કરતી વખતે સાર્જન્ટ કોરોબકિને કહ્યું-અમે એક છોકરીને જોઇ હતી.તે ખરાબ રીતે રડતી હતી અને તે ખૂબ ડરી ગઈ હતી.

આ સિવાય ત્યાં બે વધુ પોલીસ અધિકારી પણ હતા જેઓ અવાજ સાંભળીને આ ફ્લેટમાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.તેમણે વધુમાં કહ્યું કે અમે આ છોકરીને પકડવામાં સફળતા મેળવી છે પરંતુ ઊંચાઈ ઘણી વધારે હતી,તેથી આ છોકરીના પગમાં ઈજા પહોંચી હતી.અમે આ છોકરી સાથે વાત કરી,તેમને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને એમ્બ્યુલન્સ આવી ગયા પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી.

Back to top button