GujaratIndia

મુકેશ અંબાણી છેલ્લા એક મહિનાથી પરિવાર સાથે મુંબઈથી જામનગર રહેવા આવતા રહ્યા, કારણ કોરોના કે સ્કોર્પીઓ કેસ?

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું મુંબઈ સ્થિત એન્ટિલિયા હાઉસ આ દિવસોમાં ચર્ચામાં છે. નેશનલ સિક્યુરિટી એજન્સી (એનઆઈએ) એન્ટિલિયાની બહાર વિસ્ફોટકથી ભરેલી કારની શોધખોળની તપાસ કરી રહી છે, જેમાં રોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. તે જ સમયે સમાચાર આવી રહ્યા છે કે અંબાણી પરિવાર છેલ્લા એક મહિનાથી એન્ટિલિયામાં નથી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આખો પરિવાર ગુજરાતના જામનગરના રિલાયન્સ ટાઉનશીપ બંગ્લોઝમાં છે. જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે ટાઉનશીપની બહાર એક મજબૂત સુરક્ષા વ્યવસ્થા છે અને પરિવાર અહીં જ રોકાઈ રહ્યો છે. આ પાછળનું કારણ કોરોના અથવા તો સ્કોર્પીઓ કેસ હોય શકે છે.

ઉલ્લેખનીય છે કે 25 ફેબ્રુઆરીએ એન્ટિલિયાની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો મળી આવી હતી, જેમાં 20 જિલેટીન સ્ટીક અને ધમકી ની નોટ મળી આવી હતી આ કેસમાં એનઆઈએએ મહારાષ્ટ્ર પોલીસના એપીઆઈ સચિન વાઝની ધરપકડ કરી છે અને હવે તેની ગરમી મહારાષ્ટ્ર સરકાર સુધી પહોંચી ગઈ છે. તે જ સમયે, આ કેસમાં રોજ ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. માનવામાં આવે છે કે આ કારણે આ પરિવાર એન્ટિલિયા છોડીને જામનગર રહેવા આવ્યો છે.

અંબાણી પરિવાર જામનગરમાં હોવા અંગે બીજી ચર્ચા એ છે કે મહારાષ્ટ્રમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસોને કારણે આ પરિવાર જામનગર આવ્યો છે.

Back to top button