GujaratSouth GujaratSurat

સુરતમાં 12 દિવસની દીકરી વેન્ટીલેટર પર કોરોના સામે લડી રહી છે, પૂર્વ મેયરે આપ્યા પ્લાઝ્મા

ગુજરાતમાં કોરોના એ કહેર વર્તાવ્યો છે ત્યારે હવે નાના બાળકો પણ કોરોના નો ભોગ બની રહ્યા છે. સુરતમાં નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં 12 દિવસ ની બાળકી વેન્ટિલેટર પર કોરોના સામે લડી રહી છે. તેને બચાવવા ભૂતપૂર્વ મેયર ડો.જગદીશ પટેલે બુધવારે પ્લાઝ્મા આપ્યા હતા. ડો.જગદીશભાઇ પટેલે જણાવ્યું હતું કે 11 દિવસની બાળકી ને કોરોનાને ચેપ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેને ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે.તેના માતાપિતા ને પણ કોરોના નો ચેપ લાગ્યો છે.

એક મિત્ર દ્વારા ખબર પડી કે બાળકી નું બ્લડ ગ્રુપ બી પોઝીટીવ છે. મારું પણ બી પોઝીટીવ છે. બાળકી માટે મેં સ્મિમર હોસ્પિટલમાં પ્લાઝ્મા દાન કર્યુ. હું આશા રાખું છું કે બાળકી કોરોનાને હરાવશે. તે સ્વસ્થ થઈ જશે, હસશે, રમશે અને સામાન્ય જીવન જીવશે.

આં ઉપરાંત અન્ય એક કિસ્સાની વાત કરીએ તો કોરોનાની બીજી લહેરમાં હવે જયારે બાળકો પણ તેની પકડમાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં એક 14 દિવસના નવજાત નું 11 દિવસની સારવાર બાદ મોત થયું છે. સુરતમાં આ પહેલો કેસ છે જ્યારે કોરોના પોઝિટિવ આટલા નાના બાળકનું મોત થયું હોય.

વ્યારામાં રહેતા બાળકના પિતાએ જણાવ્યું કે શરદી અને ખાંસીની ફરિયાદ બાદ ડોક્ટર ને બતાવ્યું હતું અને તપાસ બાદ તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જોકે ઘરમાં કોઈને કોરોના હતો નહી. આ પછી ડોકટરોએ તેને સિવિલ હોસ્પિટલ રીફર કરી. સિવિલના ડોક્ટરોએ કહ્યું કે બાળકના મગજ માં સોજો તેમજ કિડનીમાં પણ તકલીફ હતી.

Back to top button