Corona VirusIndiaNews

અહિયાં એક જ દિવસમાં 112 કોરોના ચેપગ્રસ્ત લોકોના થયા અંતિમ સંસ્કાર,છતાં પણ સરકારના આંકડા તો,

મધ્યપ્રદેશમાં ગુરુવારે 10 હજાર 166 લોકો કોરોના સંક્રમિત હતા.3 હજાર 970 લોકો સ્વસ્થ થયા અને 53 લોકોનાં મોત નીપજ્યાં.અત્યાર સુધીમાં 3.73 લાખ લોકો સંક્રમિત થયા છે.તેમાંથી 3.13 લાખ લોકો સાજા થયા છે.4 હજાર 365 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.55 હજાર 694 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

રાજ્યની રાજધાની ભોપાલમાં હાલત કફોડી બની રહી છે.ભોપાલમાં સ્મશાન ઘાટ અને કબ્રસ્તાન ખરાબ હાલતમાં છે.સ્મશાન ઘાટમાં લાકડાંનો અંત આવવાનું શરૂ થયું છે,આવું કબ્રસ્તાનમાં પણ જોવા મળે છે.સ્મશાન કર્મીઓના હાથમાં પણ ચાંદા પડ્યા છે અને મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે કલાકો સુધી રાહ જોવી પડે છે.

ગુરુવારે ભોપાલમાં 112 કોરોના સંક્રમિતોના અંતિમ સંસ્કાર થયા હતા.ભડભડામાં 72 અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા,30 સુભાષ નગરમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી અને 10 મૃતદેહોને ઝડા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા,પરંતુ સત્તાવાર આંકડા મુજબ,ભોપાલમાં અત્યારે પણ માત્ર 4 લોકોના મોત નોંધાયા છે.છેલ્લા પાંચ દિવસમાં 356 ચેપગ્રસ્ત લોકોના અંતિમ સંસ્કાર ભોપાલમાં થયા હતા,પરંતુ સરકારના આંકડાએ આ આંકડો માત્ર 21 પર બતાડયો હતો.

Back to top button