AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદ ની હાલત અતિગંભીર, બધી જ હોસ્પિટલો ફૂલ થઇ જતા કોમ્યુનીટી હોલમાં 900 બેડની વ્યવસ્થા ઉભી કરાશે

કોરોનાની બીજી લહરની ચપેટમાં સમગ્ર ગુજરાત આવી ગયું છે પણ અમદાવાદ અને સુરતની હાલત ખરાબ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ હોય કે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલ, ક્યાય બેડ ખાલી નથી. સિવિલ ની બાહર એમ્બ્યુલન્સ ની અલીન હોય છે ત્યારે હવે અમદાવાદમાં બેડ વધારવાની ફરજ પડી છે. આ માટે ગુજરાત યુનિવર્સિટી ના કમ્યુનિટી હોલમાં એક અસ્થાયી હોસ્પિટલમાં બની રહી છે જેમાં 900 બેડ હશે.

કોરોના ના દર્દીઓ માટે આ ગુજરાતની સૌથી મોટી અસ્થાયી હોસ્પિટલ બનશે. અહીં કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને હવે બેડની તૈયારી પણ થઈ રહી છે. સંપૂર્ણ વ્યવસ્થા પર અધિકારીઓ નજર રાખી રહ્યા છે. માહિતી અનુસાર બેડ, ઓક્સીજન અને કર્મચારીઓની સાથે આગામી સપ્તાહમાં અહીં દર્દીઓ ને સારવાર આપવાનું શરુ થઈ જશે.

ગુજરાતમાં કોરોના દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે. આજે રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધાયા અને અને મોત પણ સૌથી વધુ થયા છે. અમદાવાદમાં જ સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે ત્યારે હવે નવી હોસ્પિટલ તૈયાર કરવાની ફરજ પડી છે.

Back to top button