AutoIndia

4 લાખ થી ઓછી કિંમતમાં 7 સીટર કાર, મોટા પરિવાર માટે છે આ 5 મોટી કાર

ફેમિલી મોટું છે અને બજેટ ઓછું છે, એટલે કે જો તમારે નીચા બજેટમાં મોટી કાર ખરીદવી હોય તો પણ માર્કેટમાં ઘણા વિકલ્પો છે. આજે આવી જ 5 સાત સીટવાળી ગાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સસ્તી અને ઉત્તમ પણ છે. સાત સીટર કાર ની શરૂઆતી કિંમત 4 લાખ રૂપિયાથી ઓછી છે.

ભારતમાં મારુતિ ની કાર સૌથી વધુ વેચાય છે. મારુતિ સુઝુકીની 7 સીટર ઇકો કાર ની ભારે માંગ છે. મારુતિ સુઝુકી ઇકોની પ્રારંભિક કિંમત 3,97,800 રૂપિયા છે. એટલે કે આ કાર 4 લાખથી પણ ઓછા ભાવે ઉપલબ્ધ છે. ઇકોમાં 1196 સીસીનું 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે જે 6000 આરપીએમ પર 72.41 એચપી અને 3000 આરપીએમ પર 101 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે. મારુતિ સુઝુકી ઇકો પેટ્રોલમાં 16.11 કિલોમીટર પ્રતિ લિટર અને મારુતિ સુઝુકી ઇકો સીએનજીમાં 21.94 કિલો પ્રતિ કિલોનું માઇલેજ આપી શકે છે.

સસ્તી 7 સીટરમાં બીજી કાર ડેટસન ગો પ્લસનું નામ આવે છે. જેની પ્રારંભિક કિંમત 4.20 લાખ રૂપિયા છે. એટલે કે મધ્યમ વર્ગના મોટા પરિવાર માટે આ કાર સૌથી સસ્તી છે. દેખાવ પણ ખૂબ પ્રભાવશાળી છે. ડેટસન ગો પ્લસ પાસે 1198 સીસીમાં 3 સિલિન્ડર એસઓએચસી પેટ્રોલ એન્જિન છે. જે 5000 આરપીએમ પર 67 એચપીની શક્તિ અને 4000 આરપીએમ પર 104 એનએમ ટોર્ક જનરેટ કરે છે.

Renault Triber પણ ખુબ જ વેચાય રહી છે. 7 સીટરRenault Triber ની પ્રારંભિક કિંમત રૂપિયા 5.20 લાખ છે. જ્યારે ટોપ વેરિયન્ટની કિંમત 7,50,000 રૂપિયા છે. ભારતીય બજારમાં મધ્યમ વર્ગના પરિવાર માટે આ એક સરસ કાર છે. તેનો લુક પ્રીમિયમ કારથી ઓછો નથી.

આ ઉપરાંત મારુતિ સુઝુકી એર્ટિગા પણ મધ્યમ વર્ગના મોટા પરિવાર માટે એક ઉત્તમ કાર છે. આ 7 સીટર કારની પ્રારંભિક કિંમત 7.59 લાખ રૂપિયા છે. આ કાર સીએનજી વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ છે. ભારતમાં આ કારની ભારે માંગ છે.

જો બજેટ થોડું વધારે છે, તો પછી તમે મહિન્દ્રાની 7 સીટર કાર મહિન્દ્રા મેરાઝો ખરીદી શકો છો, તેની પ્રારંભિક કિંમત 9.61 લાખ છે. આ સેગમેન્ટમાં ટોયોટા ઇનોવા પણ એક સરસ વિકલ્પ છે. જો તમે લાંબી મુસાફરીમાં જતા હોય તો ઈનોવા પણ ખુબ જ આરામદાયક છે. ટોયોટા ઇનોવા ક્રિસ્ટાની કિંમત 15.7 લાખ રૂપિયા છે.

Back to top button