healthIndia

રસી કોરોનાથી બચાવી નથી શકતી પણ તેની તીવ્રતા ઓછી કરી નાખે છે, એક્સપર્ટે કહ્યું તે તમારે એકવાર જાણવું જોઈએ

દેશના કેટલાક ભાગોમાંથી કોરોના વાયરસની રસી અપાવ્યા બાદ પણ કોરોના નો ચેપ લાગ્યો હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. પણ એક્સપર્ટે કહ્યું કે રસી લેવાથી કોરોના નો ચેપ નહી લાગે તેવું નથી,રસી કોરોના ની તીવ્રતા ઓછી કરી નાખે છે.તેમણે એમ પણ જણાવ્યું છે કે કોઈ પણ ક્લિનિકલ અથવા રોગચાળાના અભ્યાસમાં રસીકરણ અને ત્યારબાદની બીમારી વચ્ચે ‘અનૌપચારિક સંબંધ’ જાહેર થયો નથી. આપને જણાવી દઇએ કે દેશમાં એવા ઘણા કિસ્સા બન્યા છે કે જ્યાં લોકોને રસી આપવામાં આવ્યા પછી પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.

દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં તાજેતરના કિસ્સામાં 37 ડોકટરો કોરોનાથી સંક્રમિત થયા હતા, જેમાંથી 5 લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમાંથી ઘણાએ કોવિશિલ્ડ રસીના બંને ડોઝ લીધા હતા. દિલ્હીમાં 22 ફેબ્રુઆરીએ તબિયત લથડતાં એક 54 વર્ષીય સફાઈ કામદાર નું મોત નીપજ્યું હતું.

તેમના પુત્ર ધીરજે કહ્યું હતું કે મારા પિતાએ 17 ફેબ્રુઆરીએ કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધો હતો. તે દિવસે જ્યારે તે ઘરે પાછા આવ્યા ત્યારે તે અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા અને બીજા દિવસે તેમના શરીરનું તાપમાન નોંધપાત્ર રીતે વધ્યું, જે બે-ત્રણ દિવસ સુધી ચાલ્યું. ધીરજે કહ્યું કે રસીકરણ પછી નબળાઇ હોવા છતાં તેના પિતા નોકરી કરતા રહ્યા અને ફરજ પર બેભાન થઈ ગયા. બાદમાં હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું.

ચેન્નાઇમાં એક વ્યક્તિને 15 માર્ચે રસી આપવામાં આવી હતી અને તે 29 માર્ચે ફરીથી કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. 30 માર્ચે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને 4 માર્ચે તેનું મોત નીપજ્યું હતું, જેનાથી પરિવારને રસીની અસરો અંગે ભય હતો. દેશના ઘણા ભાગોમાં રસીકરણ પછી વિપરીત અસરોની થોડી ઘટનાઓ બની છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં ગંભીર પ્રતિકૂળ અસરો પણ આવી છે જેના કારણે દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થયા છે.

Back to top button