AhmedabadGujaratMadhya GujaratNorth GujaratRajkotSaurashtraSouth GujaratSuratVadodara

રાજ્યમાં આજે કોરોના ના 8920 કેસ નોંધાયા, 94 ના મોત, જુઓ લીસ્ટ

ગુજરાતમાં કોરોના ના કેસ દિવસે ને દિવસે વધી જ રહ્યા છે ત્યારે આજે આ આંકડો 8 હજારને પાર થઇ ગયો છે.આજે રાજ્યમાં અત્યારસુધી ના સૌથી વધુ 8,920 નવા કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 3023 દર્દીઓ સાજા થયા છે અને 94 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધુ 25 અને સુરતમાં 34 દર્દીઓના મોત થયા છે.

રાજ્યમાં કોરોના ના કેસ વધતા હોસ્પિટલો પણ ફૂલ થઇ છે ત્યારે અમદાવાદમાં વધુ 900 બેડ તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં અમદાવાદ,સુરત બાદ રાજકોટમાં પણ વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આજે અમદાવાદમાં સૌથી વધુ ૨૮૪૨ કેસ નોંધાયા છે.સુરત શહેરમાં ૧૫૨૨ અને સુરત ગ્રામ્યમાં ૩૯૮ કેસ નોંધાયા છે. રાજકોટમાં આજે ૭૦૭ કેસ નોંધાયા છે.આજે નોંધાયેલા કેસનું લીસ્ટ નીચે જુઓ.

રાજ્યમાં આજે કુલ 3387 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં કુલ 49737 એક્ટીવ કેસ છે જેમાં ૨૮૩ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં આજે 74,100 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે અને 47,571 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. રાજ્યમાં કુલ 87,11,085 લોકો રસીનો પ્રથમ ડોઝ લઇ ચુક્યા છે અને 13,02,796 લોકો બીજો ડોઝ લઇ ચુક્યા છે. આજે નોંધાયેલા કેસનું લીસ્ટ જુઓ..

Back to top button