GujarathealthNewsSaurashtra

દરેક કોરોના પોઝીટીવ દર્દીએ CT સ્કેન કરાવવું જરૂરી નથી, રેડીયેશન છે નુક્સાનકારક, ડૉ.સ્મિત મહેતા એ જણાવી હકીકત

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી કોરોના ના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે સીટી સ્કેન કરાવવા માટે લાંબી લાઈનો જોવા મળે છે. કોરોના પોઝીટીવ દર્દી ઘણીવાર ડોક્ટર ના કહ્યા વગર જ સીટી સ્કેન કરાવવા પહોચી જતા હોય છે તો ઘણીવાર ડોક્ટરો પણ કારણ વગર સીટી સ્કેન કરાવવાનું કહે છે. જો કે સીટી સ્કેન દરેક કોરોના ના દર્દી માટે જરૂરી છે કે નહી તે જાણવું ખુબ જરૂરી છે.

આ અંગે ભાવનગર ની સર.ટી. હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર સ્મિત મહેતાએ પોતાના ફેસબુક પેજ પર માહિતી શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, હાલમાં બેફામ સિટી સ્કેન થઇ રહ્યા છે. લોકો કેટલું બિનજરૂરી રેડિયેશન લઇ રહ્યા છે તેમનો કોઈ અંદાજ નથી.આની દુરોગામી અસર ચોક્કસ દેખાય શકે છે. તેમણે કહ્યું કે ૧સીટી સ્કેન ૧૦૦ ચેસ્ટ એક્સરે જેટલું રેડિયેશન ઉત્પન્ન કરે છે.

જાણે ટ્રેન્ડ અને ફેશન થઇ ગયુ હોય એમ બધાને સિટી સ્કેન જ કરવું હોય છે. કેટલાક ડોક્ટર હોમ આઇસોલેશનમા હોય તેવા દર્દીને પણ સીટી સ્કેન કરાવવા કહે છે અને દર્દીઓ પણ હવે ઘણા હરખઘેલા હોય છે.એમની સારવાર કરતા ડૉક્ટરે કહ્યુ હોય જરૂર નથી તો પણ સિટિસ્કેન કરાવે અને પછી અમને(ડોક્ટરને) મોકલે કે સાહેબ કહો ને શુ લાગે છે?

બની શકે કે ક્યાક અમુક ડૉક્ટર પણ બિનજરૂરી સિટિસ્કેન કરવા કહેતા હોય. પણ જો તમારુ ઓક્સિજન લેવલ ૯૨ થી ઉપર રહે છે અને જે ૫-૭ ફિક્સ દવાઓ છે એ લઈ રહ્યા છો તો આમા સિટી સ્કેન કરાયીને શુ કરવાનુ છે? કોરોના હોય તો એ ફેફસાંને અસર કરવાનો છે. પણ શુ એ રિપોર્ટ પર થી તમારી સારવારમા રતીભર ફેર પડવાનો છે? એક તો આ સ્કોરિંગ સિસ્ટમ એવી બિહામણી બનાવી છે કે “ફેફસાં કોવિડમા ૫૦% ખરાબ થઇ ગયા” કેવો ધ્રાસકો પડે?

આ સાવ નાના નાના પેચમા અસર હોય છે. ખરેખર ફેફસાંના ઓક્સિજનની આપ લે કરતા કોષોના ૧૦-૧૫% માંડ ઇન્વૉલ્વ્ થયા હોય પણ સ્કોરિંગ સિસ્ટમ મુજબ Ct severity index ખૂબ જ ઊંચો હોય. રેપિડ ટેસ્ટ નેગેટિવ હોય, Rt PCR નેગેટિવ હોય અને છતા કોરોના ના લક્ષણો દેખાતા હોય તો સિટિસ્કેન કરવો જ પડે. પણ જે હદે દરેક કોરોના ના દર્દીમાં લોહી,પેશાબના રિપોર્ટની જેમ સિટી સ્કેન થઇ રહ્યું છે એનુ લોજિક સમજ બહાર છે.

તમારો Ct severity index 5 હોય કે 15 કે 20. જો તમે ઓક્સિજન સારુ મેઇન્ટેન કરો છો તો તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. જે દવા લો છો એ જ લેવાની છે. જો તમારો Ct severity index 5 હોય કે 15 કે 20, તમારુ ઓક્સિજન લેવલ ૯૩ થી ઓછુ થઇ જાય છે અથવા શ્વાસમાં તકલીફ પડે છે તો હોસ્પિટલમાં દાખલ થઇ ને ઓક્સિજન, સ્ટેરૉઇડ્સ વગેરે સારવાર લેવાની જ છે.

તમારા Ct severity index થી તમારી ટ્રીટમેન્ટમા કોઈ ફેરફાર થશે નહી. તો કેમ સિટી સ્કેન કરાવો છે? એટલે સીટી સ્કેનનો નિર્ણય ડૉક્ટર પર છોડો.

Tags
Back to top button