GujaratSouth GujaratSurat

સુરતમાં 14 દિવસની બાળકીનું કોરોનાથી મોત, વેન્ટીલેટર પર હતી, પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

ગુજરાતમાં કોરોના ના કારણે હવે નાના બાળકો પણ જીવ ગુમાવી રહ્યા છે ત્યારે સુરતથી એક ખુબ જ દુખદ સમાચાર આવ્યા છે. વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી 14 દિવસની બાળકી નું આખરે અવસાન થયું હતું. પિતાની આંખમાં આંસુઓ ભરાઈ ગયા હતા. હોસ્પિટલના ડોકટરો અને નર્સોની આંખો પણ ભીની થઇ ગઈ હતી. પિતાએ કહ્યું કે દીકરીનું નામ યશ્વીનીબા પાડવાની ઈચ્છા હતી.

કોરોનાની બીજી લહેર બાળકો માટે જોખમી બની રહી છે. છેલ્લા 30 દિવસમાં 10 વર્ષની વય સુધીના 286 બાળકો કોરોના ની ઝપેટમાં આવ્યા છે.ખાનગી હોસ્પિટલોમાં બાળકોને વેન્ટિલેટર અને ઓક્સિજન દ્વારા સારવાર અપાઈ રહી છે.

પિતાની પીડા એવી કે દીકરી જન્મી તો તેને હાથમાં પણ ન લઇ શક્ય.પણ તેનું અવસાન થતા પિતા તેને તેડીને રડી પડ્યા હતા.પિતાનું સપનું હતું કે દીકરી નું નામ યશ્વીનીબા રાખશે, કન્યાદાન નું સપનું જોનારા પિતા પર આવું દુખ આવશે તેવું સપનામાં પણ નહોતું વિચાર્યું.

Back to top button