Corona VirusGujarathealthIndiaInternationalNews

કોરોનાની આ બીજી લહેર છે ખતરનાક: હજુ તો આટલા મહિના ચાલશે, નિષ્ણાતોએ જણાવ્યું

દક્ષિણ પૂર્વ દિલ્હી પોલીસ માટે નિષ્ણાત દ્વારા તૈયાર કરાયેલી સલાહ મુજબ કોરોના વાયરસની બીજી લહેર 100 દિવસ સુધી ટકી શકે છે અને 70 ટકા વસ્તીને રસી અપાય અને ત્યાં હર્ડ ઈમ્યુનીટી ન બને ત્યાં સુધી આ ચાલુ જ રહેશે.હર્ડ ઈમ્યુનીટી આવા રોગો માટે પ્રતિરક્ષા પૂરી પાડે છે જયારે મોટાભાગના લોકો ને ચેપ લાગી ચુક્યો હોય અથવા ચેપમાંથી સ્વસ્થ થયા પછી તેમની સામે રોગપ્રતિકારક શક્તિ વિકસી ગઈ હોય.

પોલીસકર્મીઓમાં જાગૃતિ લાવવાનાં ઉદ્દેશ્યથી ડો.નિરજ કૌશિકની સલાહ સાથે જણાવાયું છે કે નવો મ્યુટન્ટ વાયરસ રોગપ્રતિકારક શક્તિ અને રસી ની અસર ને પણ ગણકારતો નથી.આ ફરીથી ચેપનું કારણ છે અને રસી આપવામાં આવેલા લોકોમાં પણ તેથી જ કેસ જોવા મળ્યા છે.ડો. કૌશિકના દસ્તાવેજમાં જણાવાયું છે કે આ વાયરસ (મ્યુટ્યુએટ વાયરસ) એટલો ચેપી છે કે જો એક સભ્યને અસર થાય છે તો પછી આખા પરિવાર ને ચેપ લાગશે.

તેમણે કહ્યું હતું કે રૂટીન આરટી-પીસીઆર તપાસમાં આ પરિવર્તિત વાયરસ શોધી શકાતા નથી. જો કે ગંધ ન આવે તે એક મોટો સંકેત છે કે વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત છે. કોરોના વાયરસની બીજી લહેર 100 દિવસ સુધી ટકી શકે છે. તેથી સાવચેત રહેવું ખુબ જ જરૂરી છે. આપના ઘરમાં જો નાના બાળકો હોય તો તેમનું ધ્યાન ખાસ રાખવાની સલાહ પણ અપાઈ છે.

Back to top button