CrimeIndia

પાતાળલોકના હથોડા ત્યાગીથી પ્રભાવિત થઈને આ વ્યક્તિએ પોતાના પરિવાર સહીત બાળકોના ટીચરની હથોડી મારીને હત્યા કરી અને લાશ સાથે દુષ્કર્મ કર્યું

ઝારખંડના જમશેદપુરમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં ટાટા સ્ટીલના કર્મચારીએ હથોડીથી તેના સમગ્ર પરિવારની હત્યા કરી હતી. તેણે બાળકોને ભણાવવા આવેલી મહિલા શિક્ષિકાની પણ હત્યા કરી હતી અને તેની લાશ સાથે દુષ્કર્મ કર્યું હતું.આરોપી પાતાળલોક વેબ સિરીઝના પાત્ર હથોડા ત્યાગીથી પ્રભાવિત હતો, તેથી તેણે બધાને મારવા માટે સમાન પદ્ધતિ પસંદ કરી.

આરોપીનું નામ દીપક કુમાર છે તે જમશેદપુરના કદમા તીસ્તા રોડ પર રહેતો હતો. તેને ધનાબાદની એચડીએફસી બેંકમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે તેને જેલમાં મોકલી આપ્યો હતો. એસએસપી ડો એમ એમ તમિલ વાનાને જણાવ્યું કે દીપકને તેના આખા પરિવારની હત્યા કર્યા બાદ કોઈ પસ્તાવો નથી.

દીપકે પોલીસને કહ્યું કે તેણે આ બધું તેના બાળપણના મિત્ર પ્રભુ અને તેના ભત્રીજા રોશનને મારવા માટે કર્યુ હતું, જેમાં તે સફળ થઈ શક્યો ન હતો. આ બંનેના કારણે તેમનો પૂર્વજોનું મકાન 40 લાખ રૂપિયામાં વેચાયું હતું. પ્રભુએ દિપકને 17 લાખ રૂપિયામાં ટ્રક વેચ્યો હતો.દીપકે તેને જોજોબેરાના પ્લાન્ટ માં રાખ્યો હતો. લોકડાઉન શરૂ થતાં જ કામ બંધ થઇ ગયું હતું બાદમાં જાણવા મળ્યું કે ટ્રક પર 5 લાખ રૂપિયારોડ ટેક્સ બાકી છે.

આ પછી પ્રભુએ ખડગપુરમાં ટ્રક ચલાવ્યો. આમાં પણ રોશને 5 લાખની ઉચાપત કરી હતી. આ ઘટનાઓ પછી દીપક પર ઘણું દેવું થઈ ગયું. ત્યારે જ તેણે બંનેને રસ્તા પરથી હટાવવાની યોજના બનાવી. દીપકે તેની પત્ની વીણા કુમારીને પ્રથમ 12 મી એપ્રિલના રોજ સવારે સાડા આઠ વાગ્યે હથોડી મારી અને ઓશીકા વડે મોં દબાવીને તેની હત્યા કરી હતી. આ પછી તેણે તેની મોટી અને ત્યારબાદ નાની પુત્રીની હત્યા કરી હતી. ત્યારબાદ તે ઘરેણાં લેવા તેના સાસરે ગયો હતો. દીપક ચાર હત્યા કર્યા બાદ રાઉરકેલા ગયો હતો.

તેની બુલેટનું ટાયર ત્યાં પંકચર થઈ ગયું. ગેરેજમાં બાઈક મૂકી તે કાર બુક કરી ને પુરી ગયો. તે પુરીની એક હોટલમાં 2 દિવસ રહ્યો. પછી કાર બુક કરાવી અને ત્યાંથી રાંચી ગયો. તે રાંચીમાં ખરીદી કરવા ગયો હતો. તે પછી તે કાર દ્વારા ધનબાદ પહોંચ્યો હતો. શુક્રવારે એચડીએફસી બેંકમાં પૈસા જમા કરતી વખતે તે ઝડપાયો હતો. લગભગ સાડા બાર વાગ્યે તેણે પૈસા બેંકમાં જમા કરાવ્યા. પોલીસે બપોરે અઢી વાગ્યે તેની ધરપકડ કરી હતી.

દીપકને બે પુત્રી હતી.એક શિક્ષિકા ઘરે તેમના ભણાવવા આવતી હતી.12 એપ્રિલના રોજ તે આવી હતી અને તેના આગમન પૂર્વે દીપકે તેની પત્ની અને બંને છોકરીઓને મારી નાખી હતી. શિક્ષક આવતાની સાથે જ દીપકે તેના ગળા પર છરી મૂકી અને તેને સ્કૂટીની ચાવી માંગી. ત્રણેય મૃતદેહો જોયા પછી શિક્ષકે બુમો પાડવાનો પ્રયાસ કર્યો અને બાદમાં શિક્ષિકા ને પણ મારી નાખી હતી. આટલું જ નહી તેણે શિક્ષિકા ના મૃતદેહ સાથે દુષ્કર્મ કર્યું હતું.

Back to top button