IndiaNews

માતાએ યુટ્યુબ પર વિડીયો જોઈને ભગવાન સામે જ પોતાની 6 મહિનાની બાળકીનું ગળું કાપી નાખ્યું,

કોરોનાના વધતા જતા કહેરની વચ્ચે,દરેક માતાપિતા એ જ પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન તેમના બાળકોને આ મહામારીથી બચાવે.પરંતુ એક એવા જ ચોંકાવનાર સમાચાર તેલંગણાના સૂર્યપેટા જિલ્લામાંથી સામે આવ્યો છે,જે દરેકના દિલને ધ્રાસ્કો લાગશે.અહીં એક માતા એટલી નિર્દયી બની ગઈ કે તેણે ભગવાનની મૂર્તિ સામે પોતાની 6 મહિનાની પુત્રીનું ગળું કાપી નાખ્યું.

આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.ખરેખર,આ ભયાનક ઘટનાને અંજામ આપતી મહિલાનું નામ બી.ભારતી છે,જે સારી રીતે ભણેલી છે.તેણે બી.એસ.સી. પાસ કર્યા પછી બી.એડ.ની પરીક્ષા પણ આપી દીધી છે.એટલું જ નહીં,તે પોલીસની જોબ માટે તૈયારી કરી રહી છે.

જણાવી દઈએ કે આ મહિલાના લગ્ન 8 વર્ષ પહેલા મહેબુબાબાદના એક વ્યક્તિ સાથે થયા હતા.પરંતુ લગ્નના થોડા દિવસ બાદ પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો હતો.જે બાદ આ બંનેનો સંબંધ તૂટી ગયો.મહિલા પતિના ઘરેથી નીકળી ગઈ.આ પછી,તે કૃષ્ણ નામના વ્યક્તિ સાથે સંબંધમાં આવી અને બીજા લગ્ન કર્યા.

મહિલાના પરિવારને તેનું બીજું લગ્ન અને કૃષ્ણા પસંદ ન હતો,તેમને આ અંગે વાંધો હતો.પણ તેને કઈ ફર્ક પડતો ન હતો.જણાવવામાં આવે છે કે ભારતીએ યુટ્યુબ પર આધ્યાત્મિક ભજન અને વીડિયો જોયા કરતી હતી.દિવસમાં ઘણી વાર પૂજા કરતી હતી.એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે આ ઘટનાને અંજામ આપતા પહેલા જ વીડિયો જોઇ લીધો હતો.

ઘટનાના દિવસે મહિલાનો પતિ કામ પર ગયો હતો.તેના સાસુ-સસરા ત્યાં ખેતરમાં ગયા હતા.આ પછી ભારતીએ તેની 6 મહિનાની પુત્રી રીતુની બલી ચઢાવી.પરિવાર આવ્યો ત્યારે તે ઘરની બહાર ફરી રહી હતી.જ્યારે તેમની પૌત્રી રીતુ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કોઈ જવાબ આપ્યો નહીં.થોડી વાર શોધખોળ કર્યા બાદ બાળકીનું ગળું કપાયેલ હાલતમાં મળ્યું.

ઉતાવળમાં મહિલાના સાસરિયાઓએ પોલીસ સુધી પહોંચ્યા અને સમગ્ર મામલો જાણ કર્યો.પોલીસે આરોપી બી.ભારતીની ધરપકડ કરવામાં આવી છે. જ્યાં તેની માનસિક સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે.ત્યાં પરિવારને લઈને ગામના લોકો આ ઘટના બાદ આઘાત પામ્યા છે.

Back to top button