GujaratSouth GujaratSurat

શિક્ષકોને કોરોના ની ડ્યુટીમાં મુકતા ઓનલાઈન ક્લાસ બંધ, હવે કોર્પોરેશન કેહ એમ જ કરવું પડશે

સુરત: સમગ્ર મહાનગર પાલિકામાં કોરોના ને કારણે વ્યવસ્થા ખોરવાઈ જતા હવે જવાબદારી મહાનગરપાલિકાને સોંપવામાં આવી છે. તેથી શિક્ષકોને આદેશ આપવામાં આવ્યો છે કે શિક્ષકોએ મનપા દ્વારા અપાયેલા આદેશોનું પાલન કરવું જરૂરી છે. સરકારે કહ્યું છે કે 1 થી 9 ના વર્ગના વિદ્યાર્થીઓ અને અગિયારમા વર્ગના વિદ્યાર્થીઓને આગળના વર્ગમાં પ્રમોશન આપવામાં આવશે.

શાળાઓમાં પ્રમોશન માટેની કામગીરી પણ શરૂ થઈ છે.જો કે શિક્ષકો કોવિડ-19 માં પણ ફરજ બજાવી રહ્યા છે ત્યારે ડબલ કામ આવી ગયું છે.મહાનગર પાલિકાએ કરાર પર વિવિધ સ્થળોએ કર્મચારીઓની નિમણૂક કરી છે. આમ છતાં કાગળનું કામ કરવામાં સ્ટાફની અછત છે. આને કારણે શિક્ષકોની નિમણૂક કરવામાં આવી રહી છે. આ પછી ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકોની નિમણૂક કરવામાં આવી, હવે સરકારી શાળાઓના શિક્ષકોને પણ આમાં શામેલ કરવામાં આવ્યા છે.

શિક્ષણ વિભાગે સરકાર અને ગ્રાન્ટ શાળાઓ માટેના આદેશો જારી કર્યા છે અને ફરી એકવાર ચેતવણી આપી છે કે તેઓ તેમના આદેશોનું કડક રીતે પાલન કરે. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે શાળાઓમાં કોઈ બેદરકારી કે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે નહીં. શિક્ષણ વિભાગના પત્રમાં જણાવાયું છે કે શાળાઓમાં ૫૦ ટકા કર્મચારીઓને બોલાવીને કામ કરવા જોઇએ.

તાજેતરમાં કોવિડ -19 ને કારણે જે રીતે શિક્ષકો ને કામે લગાવવામાં આવ્યા તે બાદ ઓનલાઇન શિક્ષણ બંધ થઇ ગયું છે. શિક્ષકોના જણાવ્યા મુજબ, આખો દિવસ કોરેના માટે કામ કરવામાં જ પસાર થઇ જાય છે.

Back to top button