BjpIndiaPolitics

એકબાજુ દર્દીઓ ઓક્સિજન માટે તડપતા હતા અને બીજી બાજુ ભાજપના નેતાઓ ઓક્સિજન ટેંક સાથે ફોટોશૂટ કરતા હતા

મધ્યપ્રદેશના ઇન્દોરમાં ભાજપના નેતાઓએ કોરોના દર્દીઓ ના જીવ ને તમાશો બનાવી રહ્યા હતા. દર્દીઓને ઓક્સિજનની જરૂર હોય છે, દર એક મિનિટ અને દરેક સેકંડ દર્દીઓ માટે મહત્વની હોય છે.

આ જરૂરિયાતને પહોંચી વળવા માટે ગુજરાતથી 30 ટન નું ઓક્સિજન ટેન્કર ગુજરાતમાંથી મંગાવવામાં આવ્યું હતું, જે નેતાઓએફોટોશૂટ માટે ૨ કલાક રોકી રાખ્યું હતું. ઓક્સિજન દર્દીઓ સુધી પહોંચે તે પહેલા જ તેને ભાજપના નેતાઓએ ઘ્રેરી ને તમાશો બનાવ્યો હતો.

આ અંગે સવાલો ઉઠાવતા પત્રકાર દિપક તિવારીએ તેના સોશ્યલ મીડિયા પર લખ્યું કે, લોકો મરી રહ્યા છે. પરંતુ મંત્રીજી હોસ્પિટલોમાં મોકલવામાં આવતા ઓક્સિજન નો પણ સમારોહ ઉજવી રહ્યા છે.એક બાજુ દર્દીઓ શ્વાસ ગણી રહ્યા હતા અને બીજી બાજુ નેતાઓ ફોટોશૂટ કરી રહ્યા હતા.

Back to top button