Corona VirushealthNews

જો તમે શારીરિક રીતે એક્ટીવ ન રહેતા હોય તો કોરોનાથી મોત નો ખતરો 32 ટકા વધુ

કોરોનાની બીજી લહેરના કારણે સમગ્ર વિશ્વમાં અફરાતફરી નો માહોલ છે. કેટલાક દેશોમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. જેમાંથી ભારત પણ એક છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2 લાકથી વધુ કેસ નોંધાયા છે. કોરોનાને હરાવવા માટે એક મજબૂત રોગપ્રતિકારક શક્તિ સૌથી મહત્વપૂર્ણ છે. જેના માટે કસરત કરવી જરૂરી છે. એક સંશોધન મુજબ કસરત ન કરતા લોકોમાં કોરોનાથી મૃત્યુનું જોખમ વધારે છે.

આળસુ હોવાને કારણે અથવા સમયના અભાવને લીધે બેઠાડુ લોકો એટલે કે આખો દિવસ તે જ સ્થળે બેઠા હોય છે, આવા લોકોમાં કોરોનાથી મૃત્યુની સંભાવના ઘણી વધુ હોય છે. તેથી આ મુશ્કેલ સમયમાં પણ દરરોજ કસરત કરવી અને તમારી જાતને ફીટ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સંશોધન મુજબ જે લોકો છેલ્લા 2 વર્ષથી શારીરિક રીતે એક્ટીવ નથી. તે કોઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ નથી કરી રહ્યો, જો તેમને કોરોના ચેપ લાગે છે તો પછી તેમને હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ, આઈસીયુ અથવા મૃત્યુનું પ્રમાણ અનેકગણું વધી જાય છે. આ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે તે લોકો કે જેમને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયું છે અને વૃદ્ધ છે તેમને જ કોવિડથી મૃત્યુનું જોખમ તે લોકો કરતા વધારે છે જેઓ કસરત કરતા નથી.

અભ્યાસમાં સામે આવ્યું છે જેઓ શારીરિક રીતે એક્ટીવ નથી અને કોરોનાથી ગંભીર સ્થિતિ અથવા મૃત્યુ થયું છે તેઓએ ધૂમ્રપાન, મેદસ્વી અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ ને પણ પાછળ છોડી દીઅહા છે.અન્ય બીમારીઓ હોય તો કોરોનાનું જોખમ વધારે છે.

Back to top button