GujaratIndiaNewsSurat

કોરોના મહામારીને લઈને રાજ્યના આ શહેરમાં શનિ-રવિ સ્વયંભુ લોકડાઉન રહેશે,

સમગ્ર દેશમાં હવે કોરોના મહામારીના કારણે કેસ સતત વધી રહ્યા છે,હવે લોકો સ્વેચ્છાએ લોકડાઉન કરતાં સામે આવ્યા છે,કારણે દિવસે-દિવસે સંક્રમણમાં વધારો થતો જાય છે,ગુજરાતમાં કોરોના સંક્રમણ બેકાબૂ બનતાં હવે વેપારીઓ અને ઉદ્યોગકારોએ જાગૃતતા દર્શાવતા સુરતમાં હવે સ્વૈચ્છિક લોકડાઉન તરફ લોકો આગળ વધી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.

સાથે એપ્રિલ મહિનામાં એક પછી એક ઉદ્યોગ વિકએન્ડ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.જેના પગલે ગુજરાત શહેરમાં મોટાભાગના વેપાર-ધંધા અને ઉદ્યોગ બંધ રાખી સ્વૈચ્છીક લોકડાઉનને સારું સમર્થન મળી રહ્યું છે.રાજ્યમાં સુરતને લઈને વાત કરીએ તો સુરતમાં શનિવાર અને રવિવાર સંપૂર્ણ બંધ રાખવાની વેપારી ધંધાકીય એકમોએ જાહેરત કરી છે.

કોરોનાને રોકવા માટે જનહિતમાં 48 કલાક લોકો સ્વૈચ્છિક રીતે ધંધા બંધ રાખવાની અપીલ અંગે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી કરવામાં આવી છે. શહેરની વિવિધ વેપાર-ઉદ્યોગની સંસ્થાઓ સાથે મીટિંગ કર્યા પછી તમામની સહમતીથી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને બધાને સ્વૈચ્છિક લોકડાઉનમાં સહયોગ આપવા અપીલ કરી છે.

શનિવારથી સવારે 6 થી સોમવારે 6 કલાક સુધી સ્વૈચ્છિક લોકોએ ઘરમાં રહીને કોરોનાની ચેઈનને રોકવા માટે અપીલ કરવામાં આવી છે.ચેમ્બર ઓફ કોમર્સના આ વિચારને વધુમાં વધુ લોકોનો સાથ-સહકાર મળી રહ્યો છે.પ્રમુખ દિનેશ નાવડિયાએ કહ્યું કે,સુરત અને દક્ષિણ ગુજરાતના તમામ સંસ્થાઓ તથા લોકો તરફથી અમને સહયોગ મળે કે જેથી કોરોનાના કેસોમાં વધારાને અંકુશમાં લાવી શકીએ.

બીજી બાજુ સુરતમાં પણ કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ દ્વારા શનિવાર અને રવિવાર લોકડાઉનની જાહેરાત કરી છે.મીનીબજાર,મહીધરપુરા,ચોકસી બજાર બંધ રહેશે.સ્વૈચ્છિક લોકડાઉનનો સુરત ડાયમંડ બ્રોકર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.એસોસિએશન દ્વારા આ લોકડાઉનમાં જોડાવા અને તેને સફળ બનાવવા માટે અપીલ કરવામાં આવી છે.જેના પગલે શનિવાર-રવિવાર દરમિયાન હીરા ઉદ્યોગ અને કાપડ બજાર સંપુર્ણ પણે બંધ રહેશે.

Back to top button