Gujarathealth

રસી ના 2 ડોઝ લીધા બાદ 50 લોકોને કોરોના નો ચેપ લાગ્યો પણ તરત થઇ ગયા સાજા

કોરોના ના કહેર વચ્ચે એક સારા સમાચાર પણ આવ્યા છે. કોરોના ની રસી અંગે અનેકવાર સવાલો ઉભા થતા હોય છે કે રસી લીધા પછી પણ કેમ કોરોના નો ચેપ લાગે છે. રસીનો બીજો ડોઝ લીધા પછી પણ 50 લોકોને ચેપ લાગ્યો હતો, પરંતુ તે હોસ્પિટલમાં ગયા વિના જ સાજા થઇ ગયા હતા. તેમાંના ઘણા ડોક્ટર પણ છે. આ ડોકટરો કહે છે કે જો રસી લીધા પછી કોરોના ચેપ લાગે છે, પણ તેની અસર સામાન્ય હોય છે.

દર્દી ની હાલત ગંભીર નથી થતી.રસી લીધા પછી પણ કોરોના થઈ શકે છે, પરંતુ દર્દી ઘરે સામાન્ય સારવારથી સ્વસ્થ થઈ જશે. રસીનો બીજો ડોઝ લીધા પછી ચેપ લાગ્યો હોય અને પછી સ્વસ્થ થયા હોય તેવા ડોક્ટરોએ પણ પોતાની અનુભવ શેર કર્યો છે.

17 ફેબ્રુઆરીએ મેં રસીનો બીજો ડોઝ લીધો હતો. 4 એપ્રિલે મને કોરોના નો ચેપ લાગ્યો હતો. ખાંસી, શરીરમાં દુખાવો અને નબળાઇ હતી. ટેસ્ટીંગ કરાવ્યું અને સારવાર શરુ કરી. માત્ર પાંચ દિવસમાં હું સ્વસ્થ થઇ ગયો હતો. 14 દિવસ સંપર્ક ટાળ્યો હતો અને હવે ફરી કામ પર પાછો ફરીશ. તેશી રસી થી ગભરાશો નહી.

અન્ય એક વ્યકિતે કહ્યું કે રસીનો બીજો ડોઝ લીધાના 32 દિવસ પછી મને કોરોનામાં ચેપ લાગ્યો હતો. તાવ અને શરદી હતી. જો કે મને કોરોનાનાં લક્ષણો લાગ્યાં, એટલે ટેસ્ટ કરાવ્યો હતો. રીપોર્ટ પોઝિટીવ આવ્યો અને તે પછી મેં ઘરે સારવાર શરૂ કરી. હું 14 દિવસની અંદર સ્વસ્થ થઈ ગયો. લોકોને રસી અપાય છે છતાં કોરોના થાય છે પણ તે ઘરે જ મટાડી શકાય છે.

Back to top button