IndiaNarendra ModiPolitics

કોરોના મૃતક ના ડેથ સર્ટીફીકેટ પર પીએમ મોદીનો ફોટો લગાવવો જોઈએ જેથી…

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના પ્રવક્તા અને મહારાષ્ટ્ર સરકારના પ્રધાન નવાબ મલિકે શનિવારે કહ્યું હતું કે જો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો રસીકરણના પ્રમાણપત્ર પર મૂકવામાં આવે છે, તો જેમણે પોતાનો જીવ કોરોના ના કારણે ગુમાવ્યો છે તેમનાપ્રમાણપત્ર પર પણ મોદી નો ફોટો મુકવો જોઈએ. શિવસેના-એનસીપી-કોંગ્રેસ સરકારમાં લઘુમતી બાબતોના પ્રધાન મલિકે દેશમાં કોવિડ-19 ના વધતા જતા કેસો અને તેનાથી થતા મૃત્યુ માટે વડા પ્રધાનને જવાબદાર ઠેરવ્યા હતા.

તેમણે પત્રકારોને કહ્યું કે જો વડા પ્રધાન રસીકરણ માટે ક્રેડિટ લેવાની ઇચ્છા રાખે છે, તો તેમણે કોવિડ-19 થી મૃત્યુની જવાબદારી પણ લેવી જોઈએ. તેમનો ફોટોગ્રાફ પ્રમાણપત્ર પર પણ હોવો જોઈએ.વિભાગે જણાવ્યું છે કે દિવસ દરમિયાન 56,783 દર્દીઓને રજા આપવામાં આવી હતી, જેના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 30,61,174 થઈ છે.

મહારાષ્ટ્રમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા હવે વધીને 6,47,933 થઈ ગઈ છે. મુંબઈમાં ૮૮૧૧ નવા કેસ અને ૫૧ લોકોનાં મોત નીપજ્યાં છે, શહેરમાં ચેપના કુલ કેસો 5,71,018 છે અને મૃતકોની સંખ્યા 12,301 છે. કોરોના વાયરસના ચેપને શોધવા માટે દિવસ દરમિયાન કરવામાં આવેલી 2,72,035 તપાસ સાથે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં પરીક્ષણ કરાયેલા નમૂનાઓની સંખ્યા વધીને 2,35,80,913 થઈ છે.

Back to top button