CongressIndiaNarendra ModiPolitics

કોરોના ને કારણે રાહુલ ગાંધીએ બંગાળમાં ચૂંટણી પ્રચાર ની સભાઓ કેન્સલ કરી, પણ પીએમ મોદી…

કોરોનાની બીજી લહેર ની તીવ્રતા ને જોઈને કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં યોજાનારી તમામ રેલીઓને રદ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, “કોવિડની પરિસ્થિતિને જોતા હું પશ્ચિમ બંગાળમાં મારી બધી જાહેર રેલીઓ મુલતવી રાખું છું. હું તમામ રાજકીય નેતાઓને પ્રવર્તમાન સંજોગોમાં મોટી જાહેર રેલીઓ યોજવાના પરિણામોની ઊંડાણપૂર્વક વિચાર કરવાની સલાહ આપીશ.”

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું હતું કે કોરોના વાયરસથી થતાં નુકસાનને રોકવા માટે ‘વિનમ્રતા, રસી ને લઈને રણનીતિ અને લોકોને આર્થિક સહાયતા’ અંગે સ્પષ્ટ વ્યૂહરચનાની જરૂર છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે સરકારના “ઘમંડ અને સત્યના દમન” દ્વારા લોકોની હત્યા કરવામાં આવી રહી છે.

એક વીડિયો જાહેર કરતાં કોંગ્રેસ નેતાએ ટ્વિટ કર્યું હતું કે, “અમને નમ્રતાની જરૂર છે, કોરોના વાયરસથી થતાં નુકસાનને કાબૂમાં લેવા માટે રસી અને લોકોને આર્થિક સહાયની સ્પષ્ટ વ્યૂહરચનાની જરૂર છે.” રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે આ સરકાર ઘમંડની ભાવનાથી અને સતત કામ કરે છે. પોતાને વિજેતા જાહેર કરે છે, જે સમસ્યા ઉભી કરે છે.

Back to top button