International

બેરોજગારી વચ્ચે આ કંપનીએ કુતરાઓ માટે ભરતી બહાર પાડી, પગાર પણ છે લાખોમાં

દેશ અને દુનિયામાં બેકારીનો મુખ્ય મુદ્દો બની ગયો છે. દરેક દેશમાં બેરોજગારીના કારણે યુવાનો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. એક તરફ માણસોને નોકરી નથી મળી રહી અને બીજી બાજુ એક કંપની છે જેણે કૂતરાઓ માટે એક ભરતી બહાર પાડી છે.તે આશ્ચર્યજનક છે પરંતુ તેનાથી પણ વધુ આઘાતજનક એ કૂતરાઓ માટે નો પગાર છે.

આ બુશ બીઅર કંપની વિશે વાત કરવામાં આવી રહી છે, જેણે લાયક અને પ્રશિક્ષિત કૂતરાઓ માટે ભરતી બહાર પાડી છે. આ માટે, ટ્વિટર પર ભરતીની નોટિસ મૂકવામાં આવી છે. કંપની મુખ્ય પરીક્ષણ અધિકારી માટે લાયક કુતરા શોધી રહી છે. આની સાથે નોકરી મેળવતા કૂતરાને ઉત્તમ પગાર મળશે.

કૂતરાને ૨૦ હજાર ડોલર, એટલે કે લગભગ 15 લાખ રૂપિયા મળશે. લોકો પગારની વાત સાંભળીને ચોંકી ગયા છે. જ્યાં લોકોને પાંચથી દસ હજાર નોકરીની નોકરી નથી મળતી ત્યાં કૂતરાને દર મહિને એક લાખ રૂપિયાથી વધુ મળશે. કંપનીએ લખ્યું છે કે તમારા કૂતરાનો ફોટો અને તેની લાયકાત સાથે જવાબ આપો.

એટલું જ નહીં લાયક કૂતરો પગાર સાથે વીમા નો પણ હકદાર રહેશે. તેમણે બુશના ગુણવત્તા નિયંત્રણ અધિકારી તેમજ બ્રાન્ડ એમ્બેસેડર બનવાની ભૂમિકાઓ ભજવવી પડશે. આનો અર્થ એ કે ટૂંક સમયમાં લાયક કૂતરો બુશના પેટ્સ ઉત્પાદનો માટે ચહેરો બની જશે, જે પોતાના જેવા પ્રાણીઓ માટે વધુ સારા સ્વાદ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Back to top button