GujaratSouth GujaratSurat

સુરત: ગર્ભમાં 8 મહિના ના બાળકનું મોત, માતા ને વેન્ટીલેટર પર રાખી ઓપરેશન કરીને બચાવાઈ

કોરોનામાં સામાન્ય રોગોના દર્દીઓની સારવાર લેવી મુશ્કેલ છે, પરંતુ આવી સ્થિતિમાં પણ સ્મીમર હોસ્પિટલના ડોકટરોએ એક જટિલ ઓપરેશન કરીને મહિલાનો જીવ બચાવ્યો હતો. ચાલથાણ ગામના રેખાબેનના ગર્ભાશયમાં 8 મહિનાના બાળકનું મોત નીપજ્યું હતું. શરીરમાં લોહીની તીવ્ર અછતને કારણે ખાનગી હોસ્પિટલના ડોકટરોએ હાથ ઊંચા કરી દીધા અને પછી સ્મીમેર લાવ્યા હતા.

અહીં ગાયનેકઅને એનેસ્થેસિયાના ડોકટરોએ રેખાબેનને વેન્ટિલેટર પર રાખ્યા હતા અને લોહીની 16 બોટલ ચડાવી અને ઓપરેશન કર્યું હતું અને મૃત બાળકને ગર્ભાશયમાંથી કાઢ્યું હતું. તે 3 દિવસ પછી સ્વસ્થ થઈ જતા તેમને રજા અપાઈ હતી.ઓપરેશન બાદ રેખાબેન ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા. ત્યારબાદ તેમને રજા આપવામાં આવી હતી.

રેખાબેને કહ્યું કે આ રોગચાળા વચ્ચે મેં આશા છોડી દીધી હતી, પરંતુ સ્મીમર હોસ્પિટલના ડોક્ટરોએ મારું જીવન બચાવી લીધું. ડો.અશ્વિને કહ્યું કે કોરોનામાં અમારે રૂટિન ફરજ પર પણ ધ્યાન આપવું પડશે, જેથી અન્ય ગંભીર દર્દીઓની સારવારમાં પણ સુધારો થઈ શકે. અમે એક ટીમ બનાવીને રેખાનું સફળ ઓપરેશન કર્યું.

લગ્નના 12 વર્ષ બાદ રેખાબેન રવિન્દ્ર રાજપૂત ગર્ભવતી હતા. તેમને બ્લડ પ્રેશરની બીમારી છે. 7 એપ્રિલની રાત્રે તેમને બ્લીડીંગ થયું હતું.સ્મીમર હોસ્પિટલનાગાયનેક ડિપાર્ટમેન્ટના એચઓડી ડોક્ટર અશ્વિન વાછાણીની ટીમે લોહી ની 16 બોટલ ચડાવીનેકરીને ઓપરેશન કર્યું હતું.

Back to top button