GujaratMadhya GujaratVadodara

સલામ છે આવા ડોકટરો ને: વડોદરામાં 2 ડોકટર પોતાની માતા ના અંતિમ સંસ્કાર કરીને સીધા ફરજ પર હાજર થઇ ગયા

કોરોના સાથે પરિસ્થિતિ વધુ વણસી રહેવાની વચ્ચે આ બે ડોકટરો ને પણ સલામ કરવી પડે જેઓ સતત ફરજ નિભાવી રહ્યા છે. તેમાંથી એક છે કોવિડ મેનેજમેન્ટના નોડલ ઓફિસર ડો.રાહુલ પરમાર અને બીજા એસોસિએટ પ્રોફેસર ડો.શિલ્પા પટેલ છે. બંને ગુજરાતના વડોદરાની સયાજી હોસ્પિટલમાં પોસ્ટ છે. બંનેની માતાનું નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર પછી બંને તેમની ફરજો પર પાછા ફર્યા. તે કહે છે કે આ સમયે કોરોના દર્દીઓની તેમની જરૂર છે.

સયાજી હોસ્પિટલના કોવિડ મેનેજમેન્ટના નોડલ અધિકારી ડો.રાહુલ પરમારની માતાનું ગુરુવારે ગાંધીનગરમાં અવસાન થયું હતું. તેઓ 67 વર્ષનાં હતા. માતા ના અવસાન ની જાણ થતાં જ રાહુલ ગાંધીનગર પહોચ્યા હતા અને માતાની અંતિમ વિધિ પૂરી કરી. બીજા દિવસે, શુક્રવારે સવારે તેઓ ફરજ પર હાજર થઇ ગયા હતા.

રાહુલે કહ્યું કે મારી ફરજ ખૂબ જવાબદાર છે. મારું કામ છે કે સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓ વિશે પરિવારને માહિતી આપવી અને કાગળની કાર્યવાહી પૂર્ણ કરી ડેડબોડી તેમને સોંપવી. આ ક્ષણે આવી પરિસ્થિતિને જોતા મારા માટે હોસ્પિટલમાં રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાહુલ પોતે પણ ડિસેમ્બરમાં કોરોના સંક્રમિત થઇ ચુક્યા છે.

આવી જ રીતે કોવિડની ફરજ દરમિયાન હોસ્પિટલના એનોટોમી વિભાગના સહયોગી પ્રોફેસર ડો.શિલ્પા પટેલની માતાનું પણ ગુરુવારે સવારે અવસાન થયું હતું. માતાના અંતિમ સંસ્કારમાં ગયાના 6 કલાક પછી જ તેઓ હોસ્પિટલમાં ફરજ પર પાછા આવી ગયા હતા.

ગુજરાતમાં હાલમાં કોરોના ની બીજી લહેર કહેર વર્તાવી રહી છે. રાજ્યમાં કુલ 4 લાખથી વધુ કેસ નોંધાયા છે.આજે રવિવારે એક દિવસમાં સૌથી વધુ 10,340 કેસ નોંધાયા છે. રોગચાળાને કારણે રાજ્યમાં કુલ 5,377 લોકોનાં મોત નીપજ્યાં છે.

Back to top button