IndiaNews

અહિયાં પોલીસ પૈસા માંગવા પહોચ્યા,અને ગ્રામજનોએ પોલીસને નગ્ન કરીને એવો માર માર્યો કે અત્યારની હાલત જોઈને,

રાજસ્થાનના પ્રતાપગઢના એક પોલીસકર્મીને માર મારવાનો એવો વીડિયો સામે આવ્યો છે,જે તમને સ્તબ્ધ કરી દેશે.ગામના લોકોએ પોલીસ કોન્સ્ટેબલના કપડાં ફાડી નાખ્યા અને તેને સંપૂર્ણ નગ્ન કરીને મારપીટ કરી.હવે આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હકીકતમાં,પ્રતાપગઢ જિલ્લાના પીપલખુંટ પોલીસ મથકમાં કામ કરતા કોન્સ્ટેબલ લાલુ રામ તેની લોનની રકમ માંગવા માટે જામલી ગામે પહોંચ્યા હતા.જે મહિલા જોડેથી પોલીસ પૈસા માંગી રહી હતી તે મહિલાના સંબંધીઓ અને ગામલોકો ત્યાં પહોંચી ગયા હતા.ગામલોકોએ કોન્સ્ટેબલને ઘેરી લીધો હતો અને તેના કપડા ઉતારી તેને ખરાબ રીતે માર માર્યો હતો.

પોલીસની આ મારપીટમાં ખરાબ રીતે ઘાયલ થયા હતા.ઘટનાની માહિતી મળતાં પોલીસની આખી ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને ગામલોકોને બચાવ્યા હતા અને પીડિત કોન્સ્ટેબલને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલ લાલુ રામે પોલીસની સામે કેટલાક લોકોની ઓળખ જાહેર કરી હતી,જેના આધારે પોલીસે કેસ નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Back to top button