AhmedabadGujaratMadhya GujaratNorth GujaratRajkotSaurashtraSouth GujaratSuratVadodara

રાજ્યમાં આજે કોરોના ના સૌથી વધુ 11403 કેસ નોંધાયા, 117 દર્દીઓના મોત

રાજ્યમાં દિવસે ને દિવસે કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યારે આજે અત્યારસુધી ના સૌથી વધુ કેસ નોંધાયા છે.ગરાજ્યમાં આજે ૨૪ કલાકમાં કોરોના ના 11,403 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 4179 દર્દીઓ સાજા થયા છે અને 117 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં અમદાવાદ,સુરત,રાજકોટ અને વડોદરામાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

આજે અમદાવાદમાં 4207 કેસ, સુરતમાં 1879, રાજકોટમાં 663 અને વડોદરામાં 426 કેસ નોંધાયા છે.મહેસાણામાં પ સંક્રમણ વધ્યું છે, ત્યાં આજે ૪૧૮ કેસ નોંધાયા છે. આજે નોંધાયેલા કેસ નું લીસ્ટ જુઓ,

રાજ્યમાં રસીકરણ અભિયાન પણ પુરજોશમાં ચાલી રહ્યું છે. રાજ્યમાં આજે ૧,૫૧,૧૯૨ લોકોને રસી આપવામાં આવી છે.રાજ્યમાં અત્યારસુધીમાં 8959૯૬૦ લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાઈ ચુકાયો છે. રાજ્યમાં કુલ ૧૪૭૯૨૪૪ લોકોને રસીનો બીજો ડોઝ અપાઈ ચુકાયો છે.

Back to top button